ભાવનગરમાં સવારથી વરસાદ

23

ભારે વરસાદની આગાહી વચ્ચે મહુવામા બે ઇચ, ગારિયાધારમાં સવા, પાલીતાણામા એક ઇચઃ સિહોર, ભાવનગર, ઘોઘા, જેસરમા ભારે ઝાપટાથી અડધો ઇંચ વરસાદ
સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરની સાથોસાથ ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા પાંચેક દિવસથી અપાયેલી ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે બે દિવસથી ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે. છેલ્લા બે દિવસમાં ભાવનગરમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ અપાયેલું તેના પગલે ભાવનગર જિલ્લામાં મહુવા પંથકમાં બે ઇચ વરસાદ પડ્યો હતો.
છેલ્લા ૧૫ દિવસથી ભાવનગર શહેર અને જિલ્લામાં સમયાંતરનો વરસાદ પડી રહ્યો છે જેના કારણે ગ્રામ્ય પંથકોમાં ખેડૂતોને પણ વાવણીમાં ફાયદાકારક નીવડી રહ્યો છે બે દિવસ માટે હવામાન વિભાગ દ્વારા ભાવનગરમાં રેડ એલર્ટ જાહેર કરાયેલ તેના પગલે ગઈકાલે બુધવારે દિવસ પર વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો. મહુવા પંથકમાં બપોર બાદ જોરદાર વરસાદ પડ્યો હતો અને રાત્રિના સમયે પણ ભારે વરસાદ પડતા ૨૪ કલાકમાં બે ઇચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ગારીયાધાર પંથકમાં સવા ઈચ વરસાદ વરસતા સમગ્ર રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. ગારીયાધાર પંથકમાં વરસાદ પડતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. જિલ્લાના પાલીતાણા પંથકમાં પણ એક ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે શિહોર, ભાવનગર, ઘોઘા અને જેસર પંથકમાં ભારે ઝાપટાથી લઈને અડધા ઈચ જેટલો વરસાદ પડ્યો હતો તળાજા, વલભીપુર અને ઉમરાળા પંથકમાં વરસાદના હળવા ઝાપટા પડ્યા હતા. ભાવનગર જિલ્લામાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો કુલ ૩૬ .૭૪ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જિલ્લામાં સૌથી વધુ મહુવા તાલુકામાં ૬૬.૬૨ અને સૌથી ઓછો ઘોઘા તાલુકામાં ૧૮.૨૮% વરસાદ નોંધાયો છે છેલ્લા ૧૫ દિવસથી પડી રહેલા હળવા ભારે વરસાદના પગલે તેમજ ઉપરવાસમાં થઈ રહેલા વરસાદથી ભાવનગર જિલ્લાના અનેક જળાશયોમાં નવા નિરની આવક થવા પામી છે ભાવનગરની જીવા દોરી સમાન શેત્રુંજય ડેમમાં પણ પાણીની આવક શરૂ રહી છે આ ઉપરાંત શહેરના મુખ્ય જળાશય એવા બોરતળાવમાં પણ પાણીની આવક થતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે આજે સવારથી પણ ભાવનગર શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ઝરમર વરસાદ શરૂ રહ્યો છે.

Previous articleકુંભારવાડા બાનુબેનની વાડીમાં સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો કરતા વિદેશી દારૂ-બિયર મળી આવ્યા
Next articleસો શિક્ષક બરોબર એક માતા : નંદકુંવરબા કોલેજમાં ગુરૂપૂર્ણિમા પર્વે થઇ માતૃવંદના