કુંભારવાડા બાનુબેનની વાડીમાં સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો કરતા વિદેશી દારૂ-બિયર મળી આવ્યા

14

દારૂ-બિયર ઉપરાંત બાઇક મળી રૂા.૨.૫૪ લાખનો મુદ્દામાલ જપ્ત દારૂ પીવા, વેચવાવાળા અને કામ કરવાવાળા સામે ગુનો નોંધાયો
શહેરના કુંભારવાડા બાનુબેનની વાડીમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી કુલ રૂ.૨.૫૪ લાખનો વિદેશી દારૂનો મુદ્દામાલ સાથે ૩ને ઝડપી લીધાં હતા. તેમજ આ દારૂનું વેચાણ કરનારા, હેરફેર કરનાર તથા ખરીદવા આવનારા કુલ ૮ ઈસમો વિરૂદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો.

સ્ટેટ મોનિટરીંગ સેલના શહેર અને જિલ્લામાં દરોડાથી ભાવનગર પોલીસ બેડામાં પણ ચકચાર મચી હતી. મળતી વિગતો મુજબ કુંભારવાડા બાનુબેનની વાડી શેરી નં. ૪માં અમુક ઈસમો ટોળું વળીને બેસેલા હતા ત્યારે ખાનગી વાહનમાં આવેલી સ્ટેટ મોનિટરિંગ ટીમને તેમણે જોઈ લેતા અમુક ઈસમો ત્યાંથી નાસી છુટવામાં સફળ થયાં હતા જ્યારે રાહુલ ભાવેશભાઈ જાબુંચા, મહેશ લાલજીભાઈ રાઠોડ અને સંજય વિનુભાઈ રાઠોડને ઝડપી લઈ પુછપરછ કરતા તેના શેઠ નવીન ઉર્ફે લવિંગ ગોવિંદભાઈ ગોહિલ છેલ્લા ચાર પાંચ વર્ષથી દારૂનો ધંધો કરે છે અને તેઓ અહીં રોજના ૩૦૦-૪૦૦ લેખે કામ કરતા હોવાનું જણાવ્યું હતું જ્યારે ભાગી ગયેલા ઈસમો પૈકી રોહિત તેમની સાથે કામ કરતો હતો અને ભરત ઉર્ફે બલી ગોહેલ અને જીતેશ જાંબુચા દારૂ ખરીદવા આવ્યા હોવાની કબુલાત આપી હતી. જ્યારે બીજી તરફ સ્ટેટ મોનિટરિંગ સેલે ઘરમાં તપાસ કરતા રસોડામાં છુપાવેલી વિદેશી દારૂની ૧૧૪ બોટલો બિયરના ટીન ૪૮, પાંચ મોટરસાઈકલ અને મોબાંઈલ મળી કુલ રૂ.૨,૫૪,૬૦૦નો મુદ્દામાલ કબ્જે લઈ અહીં કામ કરતા રાહુલ ભાવેશ જાંબુચા, મહેશ લાલજી રાઠોડ, સંજય વિનુ રાઠોડ, રોહિત પરમાર અને દારૂ ખરીદવા આવનારા ભરત ઉર્ફે બલી ગોહેલ અને જીતેશ જાંબુચા તથા દારૂનો ધંધો ચલાવનારા નવીન ઉર્ફે લવિંગ ગોવિંદભાઈ ગોહેલ તથા આ લોકોને દારૂ પુરો પાડનારા વરતેજના કુમાર ગોહિલ વિરૂદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો.

Previous articleCGSTના અધિકારીઓને ધોકા ફટકારી ગડદાપાટુનો માર મરાયો : નામચીન શખ્સ સહિત ૮ સામે પોલીસે ગુનો નોંધ્યો
Next articleભાવનગરમાં સવારથી વરસાદ