ભાવનગર જિલ્લામાં કોવિડ પ્રીકોસન ડોઝ આપવાની શરૂઆત

25

જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલે પોતે રસી લઈને આ રસીકરણનો પ્રારંભ કરાવ્યો
આજથી રાજ્યભરમાં કોરોનાના પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે. તે અંતર્ગત ભાવનગર જિલ્લાના સિહોર ખાતે કોરોનાનો પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે.
આ રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવતાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલે સૌ પ્રથમ કોરોનાનો પ્રિકોશન ડોઝ લઈને એક આગવી શરૂઆત કરાવી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલે જે પણ લોકો આ રસી લેવાં માટે પાત્ર ઠરે છે તે લોકોએ રસીકરણ લઈ લેવાં માટે અનુરોધ કર્યો હતો.આઝાદીના અમૃત પર્વ પ્રસંગે રાજ્યમાં ૧૫ જુલાઈથી ૭૫ દિવસ સુધી કોવિડ વેક્સિનના અમૃત મહોત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે. તે અંતર્ગત ૧૮ થી ૫૯ વર્ષની વય જૂથના રસી મેળવવા પાત્ર લાભાર્થીઓને વિનામૂલ્યે કોવિડ વેક્સિનેશન કરવાનો કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલે તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા દ્વારા જાહેર જનતા તેનો લાભ લે તે માટે અપીલ કરવામાં આવી છે. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. ચંદ્રમણીકુમાર આર.સી.એચ.ઓ. કોકીલાબેન સોલંકી, તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચંદ્રકાંતભાઈ કણઝરીયા, જિલ્લા પ્રતિનિધિ યશપાલસિંહ જાડેજા, પ્રતિકભાઇ ઓઝા, તાલુકા હેલ્થ વિઝિટર હસુમતીબેન ગોહિલ, તાલુકા મામલતદાર મોસમ જાસપુરીયા, તાલુકા વિકાસ અધિકારી, મેડિકલ ઓફિસર ડો. મિલન ઉપાધ્યાય સહિતના આરોગ્ય વિભાગના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હેલ્થ સુપરવાઇઝર અનિલભાઈ પંડિતે કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત તમામ સરકારી રસીકરણ કેન્દ્રો પર તા. ૧પમી જુલાઇ, ર૦રરથી ૭પ દિવસ સુધી એટલે કે તા. ૩૦મી સપ્ટેમ્બર, ર૦રર સુધી જ આ સુવિધા ઉપલબ્ધ રહેશે. એટલું જ નહિં, ૧૮-પ૯ વર્ષની વયજુથના અને બીજા ડોઝના ૬ મહિના પૂર્ણ થઇ ગયા હોય તેવા લોકો જ આ પ્રિકોશન ડોઝ માટે એલીજીબલ ગણાશે. ગુજરાતમાં તમામ જિલ્લા/કોર્પોરેશનમાં આ વયજુથના અંદાજે ૪ કરોડ લાભાર્થી પ્રિકોશન ડોઝ માટે એલીજીબલ થનારા છે તેમને આ વિનામૂલ્યે પ્રિકોશન ડોઝ સેવાનો લાભ મળી શકશે

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleભાવનગરમાં આજે ૫૭ કોરોનાનો નવા કેસ નોંધાયા, આનંદનગરના વૃદ્ધનું કોરોનામાં મોત