શિવાલિક ક્લાસની બીજી ફ્રિગેટ આઈએનએસ દુનાગીરી લોન્ચ

4

(સં.સ. સે.) નવી દિલ્હી,
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના હસ્તે આજે વધુ એક ઘાતક યુધ્ધ જહાજ દુનાગિરીને લોન્ચ કરવામાં આવ્યુ છે. જે ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો કરશે.
કોલકાતાની મુલાકાતે ગયેલા રાજનાથસિંહે શિવાલિક ક્લાસની બીજી ફ્રિગેટ આઈએનએસ દુનાગીરીને લોન્ચ કર્યુ હતુ. જેનુ નિર્માણ કોલકાતા ખાતે જીઆરએસઈ શિપયાર્ડમાં થયુ છે. આઈએનએસ દુનાગિરી નામ ઉત્તરાખંડના એક પર્વતના નામ પરથી રાખવામાં આવ્યુ છે. આ યુધ્ધ જહાજ પ્રોજેક્ટ ૧૭ એ હેઠળ બનેલુ ચોથું યુધ્ધ જહાજ છે અને આ પ્રોજેકટના ભાગરૂપે કુલ સાત યુધ્ધ જહાજ બનવાના છે. આ પહેલા ગત મહિને આ જ ક્લાસનુ ત્રીજુ જહાજ લોન્ચ થઈ ચુકયુ છે. તમામ સાત જહાજોના નામ પર્વતોના શિખર પરથી આપવામાં આવનાર છે. ભારત સંરક્ષણ ક્ષેત્રે આત્મ નિર્ભર બની રહ્યુ છે અને આઈએનએસ દુનાગિરીને પણ ભારતમાં જ બનાવવામાં આવ્યુ છે. જેમા ૭૫ ટકા હથિયાર, સિસ્ટમ સ્વદેશી છે. જહાજને અગાઉના શિવાલિક ક્લાસ જહાજો કરતા વધારે બહેતર સ્ટેલ્થ ફીચર્સ, અત્યાધુનિક હથિયારો , સેન્સર્સથી સજ્જ કરવામાં આવ્યુ છે. આ પહેલા ભારતીય યુધ્ધ જહાજમાં દુનાગિરી નામની ફ્રિગેટ હતી અને તેને ૩૩ વર્ષ બાદ રિટાયર કરાઈ હતી.તેના જ નામ પરથી નવુ જહાજ લોન્ચ કરાયુ છે.

Previous articleયુએસ ૩૦ સપ્ટે. સુધીમાં ૨.૮૦ લાખ ગ્રીન કાર્ડસ ઈશ્યૂ કરશે
Next articleઅણધારી આપત્તિ સમયે સ્વબચાવ કેમ કરવો એનડીઆરએફએ બાળકોને આપી સમજણ