જ્ઞાનગુરૂ ક્વિઝમાં અભિજીત વાળા પ્રથમ આવતા કોલેજનું ગૌરવ વધાર્યું

16

તા.૧૬ના રોજ ગુજરાત સરકાર દ્વારા શરૂ થયેલ જ્ઞાનગુરુ ક્વિઝ માં જાહેર થયેલ પ્રથમ વિનર લિસ્ટમાં સરકારી વિનયન કોલેજ ભેંસાણના વિદ્યાર્થી વાળા અભિજીત ભગુભાઈ પ્રથમ પ્રયાસે તાલુકા કક્ષાએ પ્રથય નંબર આવતા સરકારી વિનયન કોલેજ નું ગૌરવ વધાર્યું છે. અભિજીત વાળા સરકારી વિનયન કોલેજ ના બીજા વષૅમાં સેમેસ્ટર ૩ માં મુખ્ય સમાજશાસ્ત્ર વિષયમાં અભ્યાસ કરે છે. તેઓ ભેંસાણ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા બલીયાવડ ગામના ખેતીકામ કરતા કુટુંબમાં રહે છે. તેઓ હાલ ગુજરાત સરકારની વર્ગ ૩ ની અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે. સામાન્ય પરિવારમા રહીને જીવનના ઘ્યેય પ્રાપ્ત કરવા કોઈ પરિસ્થિતિ નડતી નથી. અડગ મનોબળ, ધૈર્ય થી ઉચ્ચ લક્ષ્ય હાંસલ કરી શકાય તેનું આ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ તકે કોલેજ ના આચાર્યશ્રી ડો. યોગેશકુમાર વી.પાઠક સાહેબ,વાઈસ પ્રિન્સીપાલ પ્રો ડો.સરોજબેન.નારીગરા,પ્રો.ડો પી. એમ સોંદરવા સાહેબ ,પ્રો ડો.સચિન પીઠડીયા, પ્રો. ડો અજય એલ.જોશી સાહેબ ,પ્રો. ડો.સંજય એલ. બંધિયા,પ્રો ડો. પી. વી ગુરનાણી , પ્રા.પંકજ સોલંકી , પ્રો ડો મહેશ વાઘેલા,ડો.પ્રો.દિલીપ ગજેરા , પ્રો ડૉ સતિષ મેઘાણી, તેમજ ગ્રંથપાલ નીતિન ગજેરા સાહેબે ખુબ ખુબ અભિનંદન પાઠવતા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.આ ક્વિઝ સ્પર્ધાનુ રજીસ્ટ્રેશન સફળ બનાવવામાં કોલેજના સમગ્ર સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleગારીયાધારના મોટા ચારોડિયા ખાતે વંદે ગુજરાતની ઉજવણીમાં જોવાં મળ્યું અનોખું મહિલા શસક્તિકરણ
Next articleતણસા ગામના શખ્સની ઈંગ્લીશ દારૂની ૩૭૨ બોટલ સાથે ધરપકડ