ખાડા પુરવા નાખેલી માટી અને મોરમથી શહેરના માર્ગ ઉપર રાબડનું સામ્રાજ્ય

19

ઝરમર વરસાદમાં ભીંજાવા સાથે રાહદારીઓના કપડા પર કાદવ-કિચડ ઉડતા પરેશાની
ભાવનગર શહેરમાં બે દિવસથી મોરમ અને માટીથી વરસાદ નહિ હોવાથી ધૂળ ઉડતા આંખો બળતી હતી પરંતુ રાત્રિથી ઝરમર શરૂ થયેલા વરસાદથી સવારમાં નોકરી અને વ્યવસાય કે શાળાએ જતા બાળકોને કાદવ કીચડ જેવી સ્થિતિનો સામનો ડામર જેવા રોડ પર કરવો પડ્યો છે કારણ છે મોરમ અને માટી ઝરમર વરસાદથી ડામર જેવા રોડમાં રાબડનું સામ્રાજ્ય જોઈ અનુભૂતિ ગામડામાં હોય તેવી થાય છે. ભાવનગર શહેરમાં રાત્રીએ શરૂ થયેલા વરસાદથી રસ્તાઓ સવારમાં પાણી નહિ પણ માટીમાં પાણી નાખીને રાબડ બનાવવામાં આવે તેવી માટી પાણી સાથેની રસ્તા ઉપર કોઈએ પાથરી દીધી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ઘરની બહાર નીકળતા સવારમાં રસ્તા પરના રાહદારીઓને માટીની થયેલી વરસાદની રાબડને કારણે વાહનો ગારો ગારો થયા પણ પોતાના કપડાઓ પણ બગડતા મહાનગરપાલિકાની બેદરકારી સામે રોષ ઠાલવતા જોવા મળતા હતા.ભાવનગરના વિરાણી સર્કલ કળિયાબીડમાં સવારમાં હજારો વિદ્યાર્થીઓ શાળાએ જાય છે તો કાળિયાબીડમાંથી વ્યવસાય કે નોકરીએ જતા લોકોને સર્કલમાં થયેલા ખાડામાં મોરમ અને માટી હોવામાં કારણે ઝરમર વરસાદથી તે ભીંજાયને ગારો બનીને કાદવ અને કીચડ જેવા બની ગયા હતા. રસ્તા પર નીકળતા લોકોને રસ્તાની હાલત જોઈને મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉભા કરવા મજબુર કર્યા હતા. કાળિયાબીડ એક નહિ પણ શહેરના આરટીઓ સર્કલથી આખલોલ જકાતનાકા સુધી પણ જ્યાં મોરમ અને માટી નાખવામાં આવી છે ત્યાં રાબડ થઈ ગઈ છે. શનિવારે વરસાદ થોભી ગયા બાદ બે દિવસથી શહેરમાં રસ્તાઓમાં ખાડાઓ મોરમથી પૂરવામાં આવ્યા હતા. ખાડામાં વાહનો ચાલતા ધૂળની ડમરીઓ ઊડતી હતી અને બાઇક ચાલકોને આંખો બળવી વિગેરે સમસ્યાઓ થતી હતી. હવે ઝરમર વરસાદથી એ જ મોરમ અને માટી કાદવ કીચડમાં રસ્તા પર વાહન ચલાવતા સ્લીપ થવાનો પણ ડર સતાવે છે.કપડાં અને વાહનનો ખરાબ થાય છે પણ સાથે અકસ્માતનો ભય રહે છે. મહાનગરપાલિકાના બનાવેલા રસ્તાઓ તૂટે છે કેમ ? આવા સવાલો પણ લોકોમાં થાય છે.

Previous articleગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી મુદ્દે બહુ ગાજેલું તંત્ર વરસ્યું નામનું’ય નહિ !
Next articleભાવનગરમાં ગોરંભાયેલા વાદળો વરસ્યા નહીં