સિહોરમાંથી પસાર થતા અમદાવાદ હાઈ-વેની થયેલી બદતર હાલત

9

સિહોર, તા.૧૯
આમ તો પાંચ પીર અને નવનાથના બેસણા અને છોટે કાશી તરીકે પ્રખ્યાત એવું શિહોર કે અહીં ચાર ચાર જીઆઇડીસીઓ આવેલ છે ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ નામના મેળવતું સિહોર કે અહીં ડુંગરોની ગિરિમાળાઓમાં વસ્તુ આ સિહોર ખરેખર ધાર્મિક નગરી અને ઔદ્યોગિક નગરી તરીકે વિશ્વવિખ્યાત છે ત્યારે અહીંથી ભાવનગર રાજકોટ હાઇવે શહેરની મધ્યમાંથી પસાર થાય છે સાથે સાથે અમદાવાદ જવા પણ સિહોરથી ઘાંઘળી રોડ આવેલો છે જે પાલીતાણા જૈનનગરીથી અમદાવાદ જવા શિહોરમાંથી પસાર થઈ રહ્યો છે. સિહોરના ઘાંઘળી રોડની હાલત એટલી બદતર થઈ છે કે અહીં મસ મોટા ખાડાઓ પડી ગયેલા છે તેમજ મગરપીઠ સમાન આ રોડ પર ચાલવું ખૂબ મુશ્કેલી ભર્યું બન્યુ છે નાના-મોટા વાહનોનો રોજ અકસ્માત આ રોડ ઉપર થાય છે તેમજ બે નંબર તથા ચાર નંબર જીઆઇડીસી આ રોડ ઉપર આવેલી છે મોટા વાહનો પણ ઓવર લોડિંગ માલ સામાન ભરી જીઆઇડીસીમાંથી નીકળતા હોય છે ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે આ રોડ ક્યારેય વ્યવસ્થિત બનાવવામાં આવતો નથી આટલો આટલો રોડ ટેક્સ ભરવા છતાં અમારા વાહનો લઇ અને પસાર કરવામાં અને મુશ્કેલીઓ ઊભી થાય છે વાહનોને વેરેન્ટઇજ ખૂબ વધે છે અને શારીરિક તકલીફો પણ પડે છે. છતા રોડ વિભાગ દ્વારા આ રોડ વ્યવસ્થિત બનાવવામાં આવતો નથી. જૈનોની તિર્થનગરી પાલીતાણાને જોડતો આ રોડ હોય અને હજારો યાત્રિકો આ રોડ ઉપરથી પસાર થતા હોય છે ઉપરાંત આ રોડ ઉપર દિવસમાં ચારથી પાંચ લોકો પડતા હોય છે જ્યારે ખાસ કરીને ૧૦૮ મારફત મહિલાઓને ડિલિવરી માટે શિહોર હોસ્પિટલમાં લઈ જવામાં આવે ત્યારે મોટા ભાગે ૧૦૮ સરકારી દવાખાના સુધી પહોંચે તે પહેલા રસ્તામાં જ મહિલાને પ્રસુતિ થઈ જવાના કિસ્સા વધી રહ્યા છે. ઉપરાંત જિલ્લા પંચાયતના સદસ્ય અહીં જ રહે છે છતાં તેને પણ નજરમાં નથી આવતી ઇન્ડસ્ટ્રીયલ એરિયાના હિસાબે અહીં ૭૫ થી ૮૦ રોલિંગ મિલો આવેલી હોય. ટ્રક ચાલકો અને રોલિંગ મિલના માલિક કે જે સૌથી વધારે ટેક્સ ચૂકવે છે છતાં આ રોડનું કોઈ ધ્યાન દેતું નથી. તેવી વ્યાપક ફરિયાદ ઉઠવા પામી છે. સત્વરે આ રોડનુ કામ થાય તેવુ સ્થાનિકો તથા ઈન્ડસ્ટ્રીયાલિસ્ટો ઇચ્છી રહ્યા છે.