ગારિયાધારના વેળાવદર ગામમાં જુગાર રમતા છ શખ્સ ઝડપાયા

9

એલ.સી.બી.એ રૂ.૨૩૮૪૦નો મુદ્દામાલ કબજે કર્યો
ગારિયાધાર તાલુકાના વેળાવદર ગામમાં જુગાર રમતા છ શખ્સને એલ.સી.બી.ટીમે ઝડપી લાઇ રોકડા રૂ.૨૩,૮૪૦ કબજે કરી ગારિયાધાર પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ એલ.સી.બી.સ્ટાફ ગારિયાધાર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન વેળાવદર ગામમાં આવેલ દરબારગઢ નજીક કેટલાક ઈસમો જુગાર રમતા હોવાની બાતમી મળતા એલ.સી.બી ટીમે બનાવવાળી જગ્યાએ તપાસ કરતા જુગાર રમતા વેળાવદર ગામના પ્રતાપ બદરૂભાઈ સાંડસુર,મહેશ ઉનડભાઈ સાંડસુર,કનુ લખુભાઈ બોરીચા,કેશુ અમરુભાઈ સાંડસુર,શુભમ ઘનશ્યામભાઈ ખોખર,અને શિવરાજ ઉનડભાઈ સાંડસુર મળી આવ્યા હતા. એલ.સી.બી.એ તમામ શખ્સને રૂ.૨૩,૮૪૦ રોકડા સાથે ઝડપી લઇ ગારિયાધાર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવતા ગારિયાધાર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.