આરોગ્ય વિષયક લખાણ વિનાના સિગરેટના ૩૭૧ પેકેટ ઝડપી લેતી ભાવનગર એસઓજી

9

નવાપરા ફેમસ પાન નામની દુકાનમાંથી ૪૧,૫૪૦ નો મુદ્દામાલ કબ્જે લેવાયો
ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને મળેલી પૂર્વ બાતમીના આધારે નવાપરા ખાતે કાવેરી કોર્પોરેશન કોમ્પ્લેક્સમાં આવેલી ફેમસ પર નામની દુકાનમાં રેડ કરી આરોગ્ય વિષયક લખાણ વિનાની સિગારેટના ૩૭૧ પેકેટ ઝડપી લીધા હતા ભાવનગર એસઓજીની ટીમે પૂર્વ બાતમીના આધારે નવાપરા ખાતે કાવેરી કોર્પોરેશનમાં આવેલી ફેમસ પાન નામની દુકાનમાં રેડ કરી આરોગ્ય વિષયક ચેતવણી કે લખાણ વિનાની અલગ અલગ સિગારેટોના ૩૭૧ પેકેટ કિંમત રૂપિયા ૪૧,૫૪૦ ના મુદ્દા માલ સાથે અક્રમ ફારૂકભાઇ ચોટલીયા ૩૦ ને ઝડપી લઇ તમાકુ ઉત્પાદન અને વેચાણ અને પૂરું પાડવા પરના પ્રતિબંધ અધિનિયમ ૨૦૦૩ ની કલમ ૭, ૮,૯ તથા ૨૦ મુજબ કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળુયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ ગંગાજળિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.