ઘોઘા તાલુકાના ભડીથી ત્રાબક ગામના રોડનું ખેડૂતોને વળતર ચૂકવી અને ત્યારબાદ રોડની કામગીરી પૂર્ણ કરવા બાબતે સીતારામ સેવા ગ્રુપ દ્વારા ભાવનગર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજુઆત કરવામાં આવી,

11

ઘોઘા તાલુકાના ભડીથી ત્રાબક ગામના રોડનું કામ બે વર્ષ પહેલા મંજુર થયેલ હતું અને ત્યારબાદ રોડની કામગીરી પણ હાથ ધરવામાં આવેલ હતી એવામા રોડની કામગીરી માટે સ્થાનિક ખેડૂતોની જમીનનુ સંપાદન કરવાનું હોય અને ખેડૂતોને વળતર આપવાનું બાકી હોવાથી વળતર માટે ખેડૂતો દારા આ રોડની કામગીરી જ્યાં સુધી વળતર નહિ મળે ત્યાં સુધી અટકાવેલ છે અને ત્યારબાદથી આજ દિન સુધી બે વર્ષથી વધારે સમય થઇ ગયેલો છે એવામા લોકોને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમ છતાં કોઈપણ જાતની કામગીરી કોઈ અધિકારી અને રાજકીય પક્ષ દારા હાથ ધરવામાં આવેલ નથી માટે જલ્દી ખેડૂતોને વળતર ચૂકવી રોડની કામગીરી જલ્દી હાથ ધરવામાં આવે એની માટે સીતારામ સેવા ગ્રુપ રાણીગામ દારા ભાવનગર જિલ્લા ના ઉચ્ચ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી.
રિપોર્ટ મૂળશંકર જાળેલા…