ભાવનગર ના ક. પરા માં આવેલ પૌરાણિક રાંદલ માતાનાં મંદિરે શ્રાવણ માસ નાં પ્રથમ રવિવારે માતાજી નો (જગન) ઉત્સવ ઉજવાયો

53

ભાવનગર ના ક. પરા માં આવેલ પૌરાણિક રાંદલ માતાનાં મંદિરે શ્રાવણ માસ નાં પ્રથમ રવિવારે માતાજી નો (જગન) ઉત્સવ ઉજવાયો. આ રાંદલમાતાનાં આ મંદિરે પરોઢ તથા સંધ્યા સમય ની આરતી ના દર્શન કરવા લ્હાવો લેવા જેવુ છે. અહી પરોઢે ૫ વાગ્યે તથા સાંજે ૭ વાગ્યે આરતી થાય છે. અહી પ્રાચીન રીત-રીવાજ મુજબ શંખ-ઢોલ-નગારા તથા ઘંટ ના સ્વર સાથે આરતી કરવામાં આવે છે. રાંદલમાતા નાં મંદિરે (જગન) ઉત્સવમાં સવાર થી સાંજ સુધી ભકતોની ભીડ જોવા મળે છે. આ દેવસ્થાન મા દર નવરાત્રીએ યજ્ઞ થાય છે.તથા રાંદલ માતાજી ના લોટા તેડાય છે , ચંડીપાઠ થાય છે તથા ગોરાણી જમાડાય છે તથા માતાજી ના (જગન) ઉત્સવ માં ખીર અને છાપડી નો પ્રસાદ આપવામાં આવે છે. ભાવનગર ના ક. પરા માં આવેલ આ પૌરાણિક સુપ્રસિધ્ધ રાંદલ માતાનાં મંદિરે દર્શનાર્થે ભક્તો ની ભીડ ઉમટે છે.
રિપોર્ટ મૂળશંકર જાળેલા ભાવનગર

Previous articleખેડૂત આગેવાન દશરથસિંહ એ ડિઝલ સબસિડી ની રજૂઆત કરતા કેન્દ્ર સરકારે લીધો નિર્ણય ખેડૂતોને પણ મળી શકે ડિઝલ માં સબસિડી
Next articleપ્લાસ્ટિક બોટલમાંથી પેન સ્ટેન્ડ બનાવવાની તાલીમ શિશુવિહાર સંસ્થામાં બાળકો ને આપવામાં આવી