ભાવનગર મનપાએ શહેરમાં ગાઈડલાઈન્સના ભંગ બદલ A TO Z મોલ સહિત ૯ દુકાનો સીલ કરી

231

કોરોના મહામારીના પગલે રાજ્યભરની સાથો સાથ ભાવનગર શહેરમાં જિલ્લા કલેક્ટર દ્વારા આવશ્યક ચિજ વસ્તુઓ સિવાયની દુકાનો આઠ દિવસ બંધ રાખવા જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું હતું. મહાપાલિકા તથા પોલીસને તેનો કડક અમલ કરાવવા આદેશ કરાયેલ જેના પગલે મહાપાલિકા દ્વારા ગઇકાલે શહેરનાં આંબાચોક અને મહેતાશેરી સહિતના વિસ્તારોમાંથી દસેક દુકાનોને જાહેરનામાનો ભંગ બદલ સીલ કરવામાં આવી હતી. ત્યાર બાદ આજે પણ શહેરમાં ભાવનગર મહાનગરપાલિકાની માસ્ક ડ્રાઈવ ટીમે શહેરમાં આવેલ ખ્યાતનામ એ ટુ ઝેડ શોપિંગ મોલ સહિત કુલ નવ દુકાનોને સીલ મારતાં વેપારીઓ સમસમી ઉઠ્યાં હતાં અને કાયૅવાહી સમયે દરમ્યાનગીરીમાં ઉતરતા પોલીસે વચ્ચે પડી પરિસ્થિતિ સંભાળી હતી.મિની લોકડાઉનમાં નિત્યક્રમ મુજબ આજરોજ મહાનગરપાલિકા ની માસ્ક ડ્રાઈવ ટીમ સચૅમા નિકળી હતી પોલીસની જેમ આ ટીમે પણ હાલમાં મજબૂત બાતમીદારો ઉભા કયૉ હોય આથી આજે અલગ અલગ બે ટીમ બનાવી વિવિધ બજારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા અધિકારી ગણના જણાવ્યા અનુસાર એક ટીમ ડબગર વાળી શેરી વોરાબજારમા, જમાદારશેરી માં ઉતરી હતી તો બીજી ટીમ મામાના ખાડણીયા સત્યનારાયણ રોડ, એમજી રોડ, દાણાપીઠ વિસ્તારમાં ઉતરી હતી.જેમાં ડબગર વાળી શેરી અને સત્યનારાયણ રોડ પર આવેલ પ્રખ્યાત છ ર્ં ઢ શોપિંગ મોલ ખુલ્લો જણાતા અધિકારીઓ એ મોલમાં રહેલ ગ્રાહકો તથા કમૅચારીઓને મોલ બહાર કાઢી મોલને સીલ કર્યું હતું આ ઉપરાંત વિરાજ મોબાઈલ, અંજનીપુત્ર ટ્રેડર્સ, જનતા કટલેરી, અલતાફ મોબાઈલ શાહ હરેશ કુમાર શાંતિલાલ નામની પેઢીને સીલ કરી હતી.

આ કાયૅવાહી દરમ્યાન વેપારીઓ એ અધિકારીઓ સાથે ઘષૅણમા ઉતરવાનો પ્રયત્ન કરતાં ટીમ સાથે સિવિલ ડ્રેસમાં રહેલ પોલીસની ટીમે દરમ્યાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો, આ ઉપરાંત જમાદારશેરી માં આવેલ એક દુકાનમાં તમાકુ સહિત ની ચીજવસ્તુઓનું વેચાણ થઈ રહ્યું હોવાની માહિતી મળતાં સ્ટાફ દોડી ગયો હતો અને દુકાન સીલ કરવા કાયૅવાહી હાથ ધરતા વેપારીએ વિરોધ કરતાં પોલીસે આ વેપારીની અટક કરી હોવાનું જાણવા મળ્યું છે.

Previous articleરાણપુર સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે ૫૦ બેડની કોવિડ હોસ્પિટલ શરૂ
Next articleઘોઘારોડ પર શુભસંકેત ફ્લેટનો દાદર રાત્રીનાં ધરાશાયી થતાં રહિશોમાં રોષ