રાણપુર સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે ૫૦ બેડની કોવિડ હોસ્પિટલ શરૂ

579

સમગ્ર દેશ સહીત ગુજરાતમાં કોરોના વાયરસના કેસો દિવસે ને દિવસે સતત વધી રહ્યા છે.હાલ તમામ હોસ્પિટલો હાઉસફુલ છે.કોરોના પોઝીટીવ દર્દીઓને સારવાર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર શહેર સહીત સમગ્ર રાણપુર તાલુકામાં કોરોના વાયરસના કેસો મોટા પ્રમાણમાં વધી રહ્યા છે.જેને લઈને રાણપુરમાં કોવીડ-૧૯ હોસ્પિટલ ખોલવા અનેક લોકો અને આગેવાનોની સરકાર સામે માંગણી હતી.મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી હતી.અને રાણપુર તાલુકાના લોકો કોરોના પોઝીટીવ દર્દીઓ સારવાર માટે બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર જેવા શહેરો માં જવુ પડતુ હતુ અને ત્યા પણ હોસ્પિટલો માં જગ્યાઓ ન હોવાથી રાણપુર પંથકના દર્દીઓને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો હતો.ત્યારે બોટાદના ધારાસભ્ય અને રાજ્યના ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલના સહકારથી રાણપુર પાસે લિંબડી રોડ ઉપર આવેલ શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે ઓક્સિજન સાથે ૫૦ બેડ ની હોસ્પિટલ ચાલુ કરવાનો નિર્ણય કરવામાં આવતા રાણપુર શહેર તેમજ રાણપુર તાલુકાના લોકોમાં ખુશી ફેલાઈ ગઈ છે.શ્રીજી વિદ્યાધામ ગુરૂકુળના સ્થાપક પુજ્ય શ્રીજીસ્વરૂપ સ્વામીની પ્રેરણાથી રાણપુરના આગેવાનોના સહયોગથી કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે સેવાયજ્ઞ ના આશયથી શ્રીજી વિદ્યાધામ ગુરૂકુળ ખાતે શ્રી સ્વામિનારાયણ કોવીડ-૧૯ હોસ્પિટલ નો આજથી પ્રારંભ કરવામાં આવશે.આજે તારીખ-૩-૫-૨૦૨૧ ને સોમવારે સાંજે ૪ વાગ્યે શ્રી સ્વામિનારાયણ કોવીડ-૧૯ હોસ્પિટલ નુ ઉદ્ધાટન કરવામાં આવશે.
રાણપુરની વિશ્વ વિખ્યાત ટેક્ષપીન બેરીંગ કંપનીના માલીક વિશાલભાઈ ભુપતભાઈ મકવાણા,રીયલ સ્પીનટેક્ષ કંપનીના માલીક કૌશરભાઈ કલ્યાણી, સિરાજભાઈ ગાંગાણી હસ્તે કોવીડ-૧૯ હોસ્પિટલ નો શુભારંભ કરવામાં આવશે.આ સમયે બોટાદ જીલ્લા કલેક્ટર વિશાલ ગુપ્તા,બોટાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા,જીલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલા,જીલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વીરાણી,તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ સોલંકી તેમજ રાણપુર ડોક્ટર એશોસિએસન તમામ ડોક્ટરોની હાજરીમાં કોવીડ-૧૯ હોસ્પિટલ નો પ્રારંભ કરવામાં આવશે.શ્રી સ્વામિનારાયણ કોવીડ-૧૯ હોસ્પિટલ કોવીડ કેર એન્ડ આઈસોલેશન સાથે ૨૦ ઓક્સિજન બેડ સાથે વિનામુલ્યે(ફ્રી)રહેવા-જમવાની સુવિધા સાથે ૫૦ બેડ ની હોસ્પિટલ નો આજથી પ્રારંભ કરવામાં આવશે.આ કોવીડ-૧૯ હોસ્પિટલમાં વ્યવસ્થાપક કમીટીમાં વિશાલભાઈ મકવાણા(ટેક્ષપીન બેરીંગ), કૌશરભાઈ કલ્યાણી(રીયલ સ્પીનટેક્ષ), ધનશ્યામભાઈ સાવધરીયા, નરેન્દ્રભાઈ દવે,ડો.જગદીશભાઈ પંડ્યા દ્રારા આ શ્રી સ્વામિનારાયણ કોવીડ-૧૯ હોસ્પિટલમાં તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.આજથી રાણપુર શહેર તેમજ રાણપુર તાલુકાના કોરોના પોઝીટીવ દર્દીઓ માટે વિનામુલ્યે કોવીડ-૧૯ હોસ્પિટલ નો પ્રારંભ કરવામાં આવતા લોકોમાં ખુશી ફેલાઈ ગઈ છે.