સિહોર ના ટાણા ગામે ક્ષત્રિય યુવાનો અને સર્વોત્તમ ડેરીના સહયોગથી લમ્પી રોગચાળા સામે ગૌધનને રસીકરણ કરાયું

23

લમ્પી જેવા ભયાનક રોગ ની સ્થિતિ માં જ્યારે ગાયો બેફામ મરે છે ત્યારે ટાણાં ના ક્ષત્રિય યુવાનો એ ૩૦૦ થી ૩૫૦ જેટલા રખડુ ઢોર ને રાત્રી ના સમય માં ટાણાં ના ખૂણા ખૂણા માંથી ગોતી કાઢી ને સર્વોત્તમ ડેરી ના ડોક્ટર અજીતભાઈ લવરડા ના સહયોગ વડે લમ્પી ની રસી આપી ને ગવબ્રામણપ્રતિપાલક ક્ષત્રિય ધર્મ જેવા વાક્ય ને સિદ્ધ કર્યું છે. આ રસીકરણ માં ઋતુરાજસિંહ ગોહિલ, યુવરાજસિંહ ગોહિલ, સિદ્ધરાજસિંહ ગોહિલ તથા હરપાલસિંહ ચૌહાણ સાથે મળી આ રસીકરણ ને આર્થિક સહાય કરી છે. તથા ભવદીપસિંહ ગોહિલ , કિર્તીરાજસિંહ ગોહિલ,રાજપાલસિંહ જાડેજા ,દિગ્વિજયસિંહ જાડેજા , રવિરાજસિંહ ગોહિલ, વિશ્વરાજ સિંહ ગોહિલ,પૃથ્વીરાજસિંહ ગોહિલ , દિવ્યરાજસિંહ ગોહિલ, અર્જુનસિંહ જાડેજા તથા પિયુષ બારૈયા એ રાત્રે કાદવ કીચડ માં પણ રખડુ ઢોર ને પકડી ને સેવા પૂરી પાડી છે.
नतः क्षति इति: क्षात्र
રિપોર્ટ મૂળશંકર જાળેલા સિહોર…