પ્રક્રૃતિ ની ગોદમા પર્યાવરણ ને માણતા સ્કાઉટ ગાઈડ બાળકો

9

ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંધ પોતાનુ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યુ છે ત્યારે પ્રવૃત્તિ સંરક્ષણ દીવસ ના અનુસંધાને રવિવાર ના રોજ ભાવનગર શહેરની જુદી જુદી શાળા ના 100 સ્કાઉટ ગાઈડ માટે ” આવો પ્રક્રૃતિ ને ઓળખીએ ” કાર્યક્રમ મા વિકટોરીયા પાર્ક ખાતે પર્યાવરણ શિબીર મા ઐશધીય વૃક્ષ , છાયાના વૃક્ષ , છોડ , વેલા , વનસ્પતિ તેમજ જુદા જુદા જીવજંતુઓ પતંગિયા ઓની પ્રજાતી અને પક્ષી દર્શન નો લાભ લીધો હતો વોચ ટાવર પરથી વિકટોરીયા પાર્ક નુ અલભ્ય દર્શન કરેલ બપોરે પોત પોતાના મિત્રો સાથે સમુહ ભોજન તેમજ પર્યાવરણ ની રંમતનો આનંદ માણ્યો હતો આ કાર્યક્રમ માં સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર , વિશુદ્ધાનંદ પ્રાથમિક શાળા , બી એન વીરાણી હાઈસ્કૂલ , ટી બી જૈન ગલ્સ હાઈસ્કૂલ , પ્રણામી પ્રાથમિક શાળા , વિદ્યાધીશ વિદ્યાસંકુલ , ઝાંસી ની રાણી લક્ષમીબાઈ પ્રા કન્યા શાળા નં 49 ,દક્ષિણામૂર્તિ સંસ્થા , વિવેકાનંદ રોવર ક્રૃ , રાણી લક્ષમીબાઈ રેન્જર ટીમ ના સભ્યો જોડાયા હતા સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે અજયભાઈ ભટ્ટ , સરલાબેન સાકળીયા ,યશપાલ વ્યાસ , મલયભાઈ , પાર્થ ગોપાણી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.