સ્કાઉટ ગાઇડ સન્માન, શતાબ્દી મહોત્સવ પ્રારંભ અને વિશિષ્ટ બહુમાન કાર્યક્રમ યોજાયો

36

ભાવનગરમાં સ્કાઉટીંગ પ્રવૃત્તિના 100 વર્ષના ઉપલક્ષ માં શતાબ્દી મહોત્સવની થશે અનોખી ઉજવણી
ભાવનગરમાં સ્કાઉટીંગ પ્રવૃત્તિના 100 વર્ષ થયા ત્યારે શતાબ્દી મહોત્સવનો પ્રારંભ, ખરી કમાઈમાં ઉત્તમ દેખાવ કરનાર સ્કાઉટ ગાઇડ તથા સંસ્થાઓ, તેમજ અન્ય સિદ્ધિ મેળવનારને પ્રોત્સાહિત, સન્માનિત કરવાનો કાર્યક્રમ શનિવારે યોજાઈ ગયો. દક્ષિણા મૂર્તિ બાલપમરાટના મેદાનમાં યોજાયેલા કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ભારત સ્કાઉટ ગાઈડ સંધના નેશનલ સ્કાઉટ કમિશનર મનીષકુમાર મહેતા, યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ.ગીરીશ વાઘાણી, સર પી. પી. સાયન્સ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.જી.એમ. સુતરીયા, શહેર ભાજપા પ્રમુખ રાજીવ પંડ્યા, ન. પ્રા. શિ. સમિતિના ચેરમેન શિશિર ત્રિવેદી, સ્કાઉટ ગાઈડ સંઘ જિલ્લા પ્રમુખ નિશિત મહેતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સ્કાઉટીંગ પ્રવૃત્તિ સાથે જોડાયેલા સ્કાઉટ ગાઈડ, શિક્ષકો, શાળાના આચાર્યઓ અને શ્રેષ્ઠીઓ પણ બાળકોને પ્રોત્સાહિત કરવા ખાસ હાજરી આપી હતી. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખરી કમાઈ રનિંગ શિલ્ડ વિદ્યાધીશ શાળાને આપવામાં આવ્યો હતો. જ્યારે શ્રેષ્ઠ સંખ્યામાં સ્વામિનારાયણ ગુરુકુળ સદાનગરને શિલ્ડ આપવામાં આવ્યો હતો. અનેક વિશેષ કાર્યક્રમનું આયોજન સ્કાઉટિંગ પ્રવૃત્તિ તે હંમેશા સમયને સાથે બદલાવને સ્વીકારનારી રહી છે. કોરોના કાળ દરમિયાન વેબિનાર અને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. તો આ વર્ષ દરમિયાન પણ સાયબર અવેરનેસ, ડોક્ટર ટોક, બ્લડ ગ્રુપીંગ, થેલેસેમિયા, આપણા દેશને ઓળખીએ જેવા વિશેષ કાર્યક્રમ યોજવાના છે. આ સમગ્ર શતાબ્દી મહોત્સવના આયોજન માટે વિશેષ કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે અને તેના માર્ગદર્શન હેઠળ આ પ્રવૃત્તિઓ કરવામાં આવશે. ​​​​​​​સ્કાઉટર્સ ગાઈડર્સે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવી ચૂક્યાં સ્કાઉટિંગ પ્રવૃત્તિ તે બિનસરકારી અને સ્વૈચ્છિક પ્રવૃત્તિ છે. ભાવનગરના સ્કાઉટર્સ ગાઈડર્સે જિલ્લા સંઘના નેતૃત્વમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવી ચૂક્યા છે. શતાબ્દી મહોત્સવ દરમિયાન આ તમામને પણ સાથે જોડવાનું આયોજન કરાયું છે. આ રીતે જુલાઈ 2023 સુધીનું વર્ષ ભાવનગરમાં સ્કાઉટીંગ પ્રવૃત્તિનું વર્ષ બની રહેશે. તેમા સક્રિય રીતે જોડાવા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, અગ્રણીઓ, શિક્ષણવિદો અને શુભેચ્છકોએ તૈયારી બતાવી છે.

Previous articleપ્લાસ્ટિક બોટલમાંથી પેન સ્ટેન્ડ બનાવવાની તાલીમ શિશુવિહાર સંસ્થામાં બાળકો ને આપવામાં આવી
Next articleપ્રક્રૃતિ ની ગોદમા પર્યાવરણ ને માણતા સ્કાઉટ ગાઈડ બાળકો