શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા-આંબલામાં “ખજાનાની શોધ” કાર્યક્રમ યોજાઈ ગયો.

11

ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના આંબલાની રાષ્ટ્રીય વિરાસત શાળા શ્રી ગ્રામ દક્ષિણામૂર્તિ લોક શાળા આંબલા તા.૦૭/૦૮/૨૨ને રવિવારે ખજાનાની શોધનો કાર્યક્રમ યોજાઈ ગયો.
વિદ્યાર્થી ભાઈ-બહેનો તથા તમામ કાર્યકર પરિવારને પાંચ ટુકડીમાં વહેચવામાં આવ્યા હતા. ધોરણ-10ના ભાઈઓ વહેલી સવારે જુદી-જુદી ટુકડીમાં આપેલ નિશાની પ્રમાણે ખજાનો સંતાડવા રવાના થયેલ. તેઓ અંધારામાં ડુંગરા ખુંદતા-ખુંદતા કોતરોમાંથી વહેતા ઝરણા અને જંગલમાંથી સિંહ ગર્જના સાંભળતા-સાંભળતા નકકી કરેલ સ્થળે પહોચ્યા. ખજાનો શોધનાર ટૂકડીઓ કાર્યકર પરિવાર સાથે નિશાની અનુસાર ખજાનાની શોધ કરતાં-કરતાં ગીતો ગાતા, કિલ્લોલ કરતાં, ગીત-સંગીતના સથવારે ડુંગરાની ટોચે ગરબા કરતાં-કરતાં,જુદી જુદી વનસ્પતિનો પરિચય કરતાં-કરતાં અદભુત અને અજ્ઞાત સ્થળે પહોંચ્યા. આ તકે વિદ્યાર્થી ભાઈ-બહેનો તથા કાર્યકરોને પ્રોત્સાહિત કરવા નેવી અને એન.સી.સી.ના કમાન્ડિંગ ઓફિસર શ્રીનીતિશકુમાર શાહ સાહેબ,સહકારી ક્ષેત્ર અને ગામના આગેવાન શ્રી મેહુરભાઈ લવતુકા તેમજ રંઘોળા ભવનાથ જગ્યાના સંત શ્રી અભેગરબાપુ વિશેષ ઉપસ્થિત રહી આશિર્વચન પાઠવેલ. ભોજન બાદ સંગીતના સથવારે વિધાર્થીઓ ગરબે ઘૂમ્યા હતા.શાળાના આચાર્ય શ્રી વાઘજીભાઈ કરમટિયાના માર્ગદર્શન મુજબ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થા પરિવાર ભારે જહેમત ઉઠાવી હતી.