રાજભવન ખાતે રાજ્ય પુરસ્કાર એવોર્ડ સમારંભમાં ભાગલેશે ભાવનગરના સ્કાઉટ ગાઈડ

6

ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંધ દ્વારા તા 28 – 29 રાજ્ય પાલ રેલીનુ આયોજન ગાધીનગર ખાતે કરવામા આવેલ છે આ કાર્યક્રમ ગુજરાતના 20 જિલ્લા ના પસંદગી પામેલ સ્કાઉટ ગાઈડ , રોવર રેન્જર ને તા 29 ને સોમવાર ના રોજ ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ્રતજી ની અધ્યક્ષતામા અને કેબીનેટ શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ના અતિથિ વિશેષ પદે રાજભવન – ગાંધીનગર ખાતે રાજ્ય પાલ એવોર્ડ થી સન્માનિત કરવામા આવશે રાજ્ય કક્ષાના આ સર્વોચ્ચ એવોર્ડ ના આ કાર્યક્રમ માં ભાવનગરના સ્કાઉટ ગાઈડ અજયભાઈ ભટ્ટ અને કાજલબેન પંડ્યા ના નેત્રુત્વમા કાર્યક્રમ મા હાજર રહેશે અને ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંધ નુ ગૌરવ વધારશે.