બોટાદ જિલ્લાનું ધો.૧૦ બોર્ડનું ૬૮.૪૦ ટકા પરિણામ

1125

ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ર૦૧૮માં લેવાયેલી બોર્ડની પરીક્ષામાં બોટાદ જિલ્લાનું ૬૮.૪૦ ટકા પરિણામ જાહેર થયેલ છે. બોટાદ જિલ્લામાં કુલ નોંધાયેલા ૯૩૭૧ પરીક્ષાર્થીઓ પૈકી ૯૩૩પ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી તે પૈકીના ૬૩૮પ વિધાર્થીઓ પરીક્ષામાં પાસ થતા બોટાદ જિલ્લાનું ૬૮.૪૦ જાહેર થયેલ છે. બોટાદ જિલ્લાનું ગત વર્ષ ર૦૧૭માં ૬૯.૮પ ટકા પરિણામ હતુ. તે આ વર્ષે ઘટીને ૬૮.૪૦ ટકા એટલે કે, એક ટકાનો ઘટાડો નોંધાયો છે. બોટાદ જિલ્લો સમગ્ર રાજયમાં ૧૭માં ક્રમે રહેવા પામ્યો છે. બોટાદ જિલ્લામાં સૌથી વધુ પરિણામ ઢસા ગામ કેન્દ્રનું ૮૭.૩૪ ટકા જયારે સૌથી ઓછુ પરિણામ બરવાળા ઘેલાશા કેન્દ્રનું ૪૯.૬૯ ટકા જાહેર થયું છે. બોટાદ જિલ્લામાં ૪૧ વિધાર્થીઓને એ-૧ ગ્રેડ, ૩૩ર વિધાર્થીઓને એ-ર ગ્રેડ, ૭૮૯ વિધાર્થીઓને બી-૧ ગ્રેડ, ૧૪ર૦ વિધાર્થીઓને બી-ર ગ્રેડ, ર૧૯૬ વિધાર્થીઓને સી-૧ ગ્રેડ, ૧પ૩૦ વિધાર્થીઓને સી-ર ગ્રેડ, ૭૭ વિધાર્થીઓને ડી ગ્રેડ, પ૪૪ વિધાર્થીઓને ઇ-૧ ગ્રેડ, ર૪૦૬ વિધાર્થીઓને ઇ-ર ગ્રેડ અને ૬૩૮પ વિધાર્થીઓ આ પરીક્ષામાં પાસ જાહેર થતા બોટાદ જિલ્લાનું ૬૮.૪૦ ટકા પરિણામ જાહેર થયું છે. બોટાદ જિલ્લામાં ૦ ટકા પરિણામ વાળી શાળાની સંખ્યા એક, ૩૦ ટકાથી ઓછી પરિણામ વાળી શાળાની સંખ્યા ૯, અને સો ટકા મહત્તમ પરિણામ વાળી શાળાઓની સંખ્યા ૦ છે.

 

બોટાદ જિલ્લાના પરીક્ષા કેન્દ્રનું પરિણામ

બોટાદ   નોંધાયેલા               ઉપસ્થિત             પાસ       ૨૦૧૮ની              ૨૦૧૭ની

વિદ્યાર્થીઓ              વિદ્યાર્થીઓ                          ટકાવારી               ટકાવારી

બરવાળા (ઘેલાશા)            ૬૬૦      ૬૫૪     ૩૨૫      ૪૯.૬૯ ટકા         ૪૮.૩૮ ટકા

રાનપુર ૯૫૫      ૯૫૧     ૫૪૩      ૫૭.૧૦ ટકા         ૬૧.૩૦ ટકા

બોટાદ   ૩૦૮૬   ૩૦૭૧  ૨૧૩૩   ૬૯.૪૬ ટકા         ૬૯.૮૭ ટકા

ગઢડા (સ્વા.)        ૯૭૩      ૯૬૯     ૫૯૬      ૬૧.૫૧ ટકા         ૫૦.૩૬ ટકા

ઢસાગામ               ૭૨૪      ૭૧૯     ૬૨૮      ૮૭.૩૪ ટકા         ૮૪.૪૦ ટકા

લાઠીદડ                ૯૬૮      ૯૬૮     ૭૯૧      ૮૧.૭૧ ટકા         ૮૫.૧૯ ટકા

તારધરા                ૮૧૯      ૮૧૯     ૫૯૭      ૭૨.૮૯ ટકા         ૮૩.૫૮ ટકા

ટાટમ     ૫૯૨      ૫૯૦     ૩૮૮      ૬૫.૭૬ ટકા         ૭૮.૧૨ ટકા

ઉગામેડી               ૩૧૫      ૩૧૪     ૧૭૪      ૫૫.૪૧ ટકા         ૫૯.૪૩ ટકા

સાંકારડી               ૩૨૮      ૩૨૮     ૨૧૮      ૬૬.૪૬ ટકા         –

Previous articleભાવ.જિલ્લા SSCનું ૬૯.૧૭% પરિણામ જાહેર
Next articleસંભવીત ભયની જીવંત કૃતિ