ભાવનગર જી.એમ.ડી.સી. દ્વારા કોરજોનમાં આવતા ગામોમાં તગડી, માલપર થોરડી, રામપર, ભુતેશ્વર સહિત ગામોમાં ઘોઘા તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજયસિંહ ગોહિલના અથાગ પ્રયત્નોથી તળાવ ઉંડા કરવામાં આવશે આજે સવારે તગડી ગામમાં તળાવ ઉંડુ કરવાનું ખાત મુર્હુત ગોગા તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજયસિંહ ગોહિલ (માલપર)ના વરદ હસ્તે કરવામાં આવ્યુ જેમા તગડી ગામના સરપંચ પરેશભાઈ માંગુકીયા થોરડી ગામના સરપંચ રમેશભાઈ લાખાણી, તગડી ઉપસરપંચ જગદીશભાઈ ચાવડા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.