શહેર ફરતી સડક પાસે મહિલાના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ

987

શહેરના શિવાજી સર્કલ પાસે શહેર ફરતી સડક પર નિત્યકર્મ મુજબ સાઈધામ આશ્રમે જઈ રહેલ મહિલાના ગળમાંથી બાઈક પર આવેલા ત્રણ બુકાની ધારી શખ્સોએ ચેઈનની ચીલ ઝડપ કરી ફરાર થઈ ગયા હતાં. બનાવની જાણ થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.

બનાવ સ્થળે મળતી વિગત મુજબ શહેર ફરતી સડક પર આવેલા સાઈબાબા પાર્ક ખાતેર હેતા હંસાબેન અશોકભાઈ ચૌહાણ નીત્યકર્મ મુજબ સાંઈધામ આશ્રમે દૃશન કરવા જતા હતા તે વેળાએ બાઈક પર આવેલા ત્રણ બુકાનીધારી શખ્સોએ હંસાબેન પહેરેલા બે તોલાના સોનાના ચેઈનની ચીલઝડપ કરી નાસી છુટયા હતાં. બનાવની જાણ થતા ઘોઘા રોડ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ હંસાબેન પાસેથી વિગતો જાણી વધુ તપાસ હાથ ધરી હતી. જયારે મોડીરાત્ર સુધી બનાવ અંગે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાવા પામી ન હતી.

Previous articleએક શિક્ષકનું અનોખુ અભિયાન નિકોટીન મુકત ભારત નિર્માણ
Next articleવેકેશનમાં માણીએ વિજ્ઞાનને….