જગન્નાથજી રથયાત્રા કાર્યાલયનું રવિવારે ઉદ્દઘાટન, ધ્વજારોહણ

2528

આગામી તા.૧૪ જુલાઈને શનિવારે, અષાઢી બીજના દિવસે ભાવનગર શહેરમાં પરંપરાગત રીતે નિકળનારી ભગવાન જગન્નાથજીની ૩૩મી રથયાત્રાના કાર્યાલયનો ઉદ્દઘાટન સમારોહ અને ધ્વજારોહણ કાર્યક્રમ તા.૧૦ જૂનને રવિવારના રોજ સંતો-મહંતોની ઉપસ્થિતિમાં કાળુભા રોડ ખાતે યોજવામાં આવશે.

સ્વ.ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ-ભાવનગર દ્વારા આયોજીત ભગવાન જગન્નાથજીની ૩૩મી રથયાત્રાનું આગામી તા.૧૪ જુલાઈને શનિવારના રોજ આયોજન કરવામાં આવનાર છે ત્યારે રથયાત્રા કાર્યાલયનું ઉદ્દઘાટન તથા ધ્વજારોહણનો કાર્યક્રમ તા.૧૦ જૂનને રવિવારે સવારે ૧૦-૩૦ કલાકે સત્યનારાયણ મંદિરની બાજુમાં, કાળુભા રોડ ખાતે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ડો.રામપ્રિયદાસજી, પૂ.માધવચરણદાસજી, પૂ.નારાયણદાસબાપુ, પૂ.કે.પી. સ્વામી, પૂ.અભિરામદાસજી, પૂ.બલરામબાપુ, નાની ખોડીયારવાળા ગરીબરામબાપુ, પૂ.ઓલીયાબાપુ, કોળીયાકના લલીતકિશોરદાસ, પૂ.તપાનંદજી મહારાજ, મારૂતિ યોગઆશ્રમના વિશ્વંભરદાસજી, શાસ્ત્રી અનિરૂધ્ધસ્વામી સહિત સંતો-મહંતો તેમજ રાજકિય આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદ્‌ઘાટન અને ધ્વજારોહણ કરાશે ત્યારબાદ સંતો-મહંતો આશિર્વચન પાઠવશે.

Previous articleગારિયાધાર, સેવા સહકારી મંડળીની ૬૩મી વાર્ષિક સાધારણ સભા મળી
Next articleમહુવાની સગીરા ઉપર બુકાનીધારી શખ્સે દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી