રાવળ-જોગી સમાજ દ્વારા રેલી, આવેદન અપાયું

1465

શહેરના પ્રભુદાસ તળાવ ચોક નજીક આવેલા જોગણી માતાના મંદિરને હટાવી તંત્ર દ્વારા તે જગ્યા પર આંગણવાડી કેન્દ્ર બનાવવાની નેમ સાથે દબાણ હટાવ કામગીરી હાથ ધરેલ ત્યારે સ્થાનિક લોકોએ વિરોધ કરતા કામગીરી મુલ્તવી રાખેલ ત્યારેઅ ાજે રાવળ-જોગી સમાજ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી. અને તેઓના આસ્થા સમાન આ મંદિરને ન હટાવવાની માંગણી સાથે કમિશ્નરને આવેદનપત્ર આપ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો જોડાયા હતાં.

Previous articleકુમુદવાડીમાંથી ચોરી કરેલ બાઈક સાથે શખ્સ ઝડપાયો
Next articleહાઇકોર્ટમાં રિટથી RTEના બીજા ચરણમાં વિલંબ