મનોવિજ્ઞાનમાં સૌથી વધુ માર્કસ મેળવતી કાજલ ગોહિલનું સન્માન

1368

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજમાં અભ્યાસ કરતી કુ.ગોહિલ કાજલ તેના અભ્યાસ દરમ્યાન એફવાય બીએ, એસવાય બીએ, ટીવાય બીએ ત્રણેય વર્ષમાં સમગ્ર ભાવનગર યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિષયમાં સૌથી વધુ માર્કસ મેળવ્યા હતા. તાજેતરમાં ભાવનગર યુનિવર્સિટી દ્વારા ગુજરાત રાજ્યના રાજ્યપાલના અધ્યક્ષસ્થાને અને ભાવનગર યુનિવર્સિટીના કુલપતિની વિશેષ ઉપસ્થિતિમાં પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો હતો.

જેમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયાના હસ્તે નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીની કુ.ગોહિલ કાજલને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. કુ.ગોહિલ કાજલને આ સિધ્ધિ બદલ કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ, ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયા અને સમગ્ર કોલેજ પરિવારે અભિનંદન પાઠવેલ હતા.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleમહુવામાં કોંગ્રેસ દ્વારા દેખાવો