ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના ચમારડી ગામે ગૌચરાણની જમીન દબાણ મુત્કત કરાવવા માટે થોડા સમય પુર્વે આજ ગામના રેવાભાઈ ભરવાડ નામના માલધારીએ ઉપવાસ આંદોલન શરૂ કર્યં હતું. જે દરમ્યાન તેમનું મૃત્યુ થતા તેમણે છેડેલ આંદોલન તથા પ્રાણનું બલીદાન એળે ન જાય તે માટે ગુજરાત ઓબીસી એસ.સી. એસ.સી. એસ.ટી. એકતા મંચ દ્વારા સત્યાગ્રહ છાવણી ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે એક દિવસીય પ્રતિક ઉપવાસ ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.
















