આડોડીયાવાસમાં આરઆરસેલની ટીમનો સપાટો : દેશી દારૂ ઝડપાયો

1741

ભાવનગ રેન્જ આઈ.જી. વિશ્વકર્માની સુચનાથી આર.આર.સેલની ટીમે આજરોજ આડોડીયાવાસમાં રેડ કરી દેશી દારૂ અને આથાનો જથ્થો ઝડપી લીધો હતો. સાથે ૧ર નંગ નાની ઈંગ્લીશ દારૂની બોટલ કબ્જે લીધી હતી.

પ્રાપ્ત વિગત મુજબ આરઆરસેલની ટીમે આજે વહેલી સવારે આડોડીયાવાસમાં રેડ કરતા દેશી દારૂ ૧ હજાર લીટર, દારૂ બનાવવાનો આથો  ૧૬૦૦ લીટર અને ૧ર નંગ નાની ઈંગ્લીશ દારૂની બોટલો મળી કુલ રૂા. ર૮ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને સાત મહિલા બુટલેગર વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસમાં ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી હતી.