પાલીતાણાના અનિડા ગામના યુવાનનો ઝેરી દવા પી આપઘાત : ચક્ચાર મચી

1001

 

ભાવનગર, તા.૧૪

પાલીતાણાના અનિડા ગામના યુવાને કુંભણ ગામની વાડીમાં જઈ ઝેરી દવા પી આપઘાત વ્હોરી લીધો હતો. બનાવની જાણ થતા સમગ્ર પંથકમાં ચક્ચાર મચી જવા પામી હતી. બનાવમાં મૃતકને તેના કાકાએ ઠપકો આપતા લાગી આવતા પગલુ ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત મુજબ, પાલીતાણાના અનિડા ગામે રહેતા સુનિલભાઈ ડાયાભાઈ વાઘેલા ઉ.વ.ર૧એ કુંભણ ગામે આવેલ બુધાભાઈની વાડીમાં કપાસમાં નાખવાની ઝેરી દવા પી આપઘાત વ્હોરી લીધો હતો. બનાવની જાણ થતા પોલીસ સ્ટાફ બનાવ સ્થળે દોડી જઈ લાશનો કબ્જો લઈ જરૂરી કેસ કાગળો કરી લાશને પી.એમ. અર્થે પાલીતાણા હોસ્પિટલ ખસેડાઈ હતી. બનાવમાં મૃતકના કાકા ટીકાભાઈ દાનાભાઈ વાઘેલાએ કામ-ધંધો કરવા ઠપકો આપતા લાગી આવતા પગલુ ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે.