સાળંગપુરમાં પૂ.મહંતસ્વામીની હાજરીમાં યોગ દિવસ ઉજવાયો

1336

સમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસની ઉજવણી કરવામા આવી રહી છે ત્યારે આજે બોટાદ જીલ્લાના સુપ્રસિધ્ધ સાળંગપુર ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદીરમાં સભાખંડમાં વહેલા સવારે ૬ ક્લાકે પરમ પુજ્ય મહંત સ્વામીની હાજરીમાં ભવ્ય યોગનો કાર્યક્રમ યોજાયો હતો. યોગના નિષ્ણાંતો દ્વારા યોગ કરાવવામાં આવ્યા હતા. જેમા સાળંગપુર બીએપીએસ સંસ્થાના ૨૦૦ કરતા પણ વધારે વિધ્વાન સંતો, બોટાદના બાળકો, સામાજીક આગેવાનો, રાજકીય આગેવાનો સાથે હજ્જારો હરિભક્તો આ યોગના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને વિવિધ પ્રકારના યોગના આસનો કરવામાં આવ્યા હતા.

Previous articleઘોઘા ખાતે વિશ્વ યોગા દિવસની ઉજવણી
Next articleજિલ્લા જેલમાં બંદીવાનોએ યોગ કર્યા