પીપાવાવ જમીન મુક્તિ આંદોલન યથાવત, કલેક્ટરને આવેદન અપાયું

1327

રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારના પીપાવાવ ધામના સરપંચ તથા ગ્રામજનો દ્વારા છેલ્લા પ૯ દિવસથી ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ કંપની અને ભુમાફીયાઓના કબ્જામાંથી ગામની જમીનમુક્ત કરાવવા માટે છેલ્લા પ૯ દિવસથી રાજુલા પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન કરી રહ્યાં છે છતાં પણ રાજુલા પ્રાંત અધિકારીના અધિકારીઓએ આજ દિન સુધી ભાજપના ભૂમાફિયાઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી નથી કે તેનું દબાણ દુર કરવામાં આવ્યું નથી. સરકારી બાબુઓ ભાજપના ભૂમાફિયાઓને છાવરી રહ્યાં છે. આથી આંદોલન સમિતિના સભ્યો દ્વારા આ અંગે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા તેમજ પીપાવાવ ધામના સરપંચ ગ્રામ પંચાયતનું રેકર્ડ પણ નાયબ કલેક્ટરના કહેવાથી અઠવાડીયાથી લઈ લેવામાં આવ્યું હતું. આવી રીતે નાયબ કલેક્ટર સરપંચ તથા આંદોલનકારીઓને ખોટી રીતે હેરાન કરી રહ્યાં છે અને ન્યાય નથી આપતા ભુમાફીયાઓના ઝીંગા મોટા થઈ જાય તેની રાહ જોઈ રહ્યાં છે. સરપંચ તથા આંદોલનકારીઓ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આંદોલનકારી અશોકભાઈ ભાલીયા, ભાણાભાઈ ગુજરીયા, પીપાવાવ ધામના સરપંચ હંસાબેન ગુજરીયા, દિવ્યેશભાઈ ચાવડા, અજયભાઈ શિયાળ, હિતેશભાઈ વાળા, ગાંગાભાઈ હડિયા, જગદિશભાઈ રંગપરા, આતુભાઈ, કનુભાઈ, ચકુરભાઈ સહિતના લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

Previous articleવેરો ભર્યા વિના દોડતી બસો આરટીઓએ ડીટેઈન કરી
Next articleવિશ્વ યોગ દિન પર જાનવીએ કર્યુ અન્ડરવોટર યોગ