ભાવનગર જિ.પં. પ્રમુખ, ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્યો

1477

ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ પદે ચૂંટાઈ આવેલા વકતુબેન મકવાણા અને ઉપપ્રમુખ બી.કે.ગોહિલે જિલ્લા ભાજપના પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, ધારાસભ્ય આર.સી.મકવાણા, કેશુભાઈ નાકરાણી અને ભરતભાઈ હડીયાની હાજરીમાં હોદ્દાનો ચાર્જ સંભાળી લઈ પદગ્રહણ કરેલ, આ પ્રસંગે સાંસદ ભારતિબેન શિયાળ, ડો.ધીરૂભાઈ શિયાળ, પૂર્વ ધારાસભ્ય પરબતસિંહ ગોહિલ, કિશોરભાઈ ભટ્ટ, દિલીપભાઈ શેતા, મુકેશભાઈ લંગાળીયા અને ભાજપના મોટી સંખ્યામાં ભાઈ-બહેનો ઉપસ્થિત રહયા હતા.

પ્રમુખ પદગ્રહણ કરતા વકતુબેન મકવાણાએ જિલ્લા પંચાયત ક્ષેત્રની પ્રજાકિય કામગીરી અંગે અમારા ‘લોકસંસાર’ દૈનિકના પ્રતિનિધિ ભુપતભાઈ દાઠીયા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, જિલ્લા પંચાયત ક્ષેત્ર તળેના ગ્રામ્ય વિસ્તારોના રોડ રસ્તા, પીવાના પાણી, સ્ટ્રીટ લાઈટો અને મહિલા ઉત્કર્ષની વિવિધ પ્રવૃતિઓને પ્રથમ પ્રાધાન્યતા આપવામાં આવશે. આ ઉપરાંત તેમણે એવી વિગત જણાવી કે ગુજરાત સરકારની પ્રજાલક્ષી વિકાસ અને ગ્રામ્ય ઉત્થાન માટેની જે જે યોજનાઓ હશે તે યોજનાઓનો લોકો ખુબ સરળતાથી લાભ લઈ શકે તે માટે પ્રજાલક્ષી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડી લોકો સરકાારની આવી યોજનાઓનો વધુને વધુ લાભ મેળવે તે માટેના સદ્યન પ્રયાસો હશે. મહિલાઓના શિક્ષણ માટે વધુ ભાર અપાશે આમ પ્રજાલક્ષી કામની વિગતો આપી હતી.

વકતુબેન ૧૯૯પમાં નાગધણીબાની સીટ પરથી ચૂંટાયેલા આ પછી તેઓ હાલમાં અધેવાડા ૧ સીટના ચૂંટાયેલા પ્રતિનિધિ છે, સમાજ સેવા ક્ષેત્રે તેઓ પ્રજામાં સારી એવી લોક ચાહના પણ ધરાવે છે. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પદે ચૂંટાયેલા બી.કે.ગોહિલે ઉપપ્રમુખ પદ ધારણ કરતા જણાવ્યુ હતુ કે, જિલ્લા પંચાયત ક્ષેત્ર તળે આવતા ગામોના પ્રજાલક્ષી પ્રશ્નો જેવા કે રોડ રસ્તા, પાણી, વિજળીકરણ, આરોગ્ય વિગેરે પ્રશ્નો અંગે તંત્ર દ્વારા વિકાસ લક્ષી વિવિધ પગલાઓ ઝડપી લેવા અને સરકારની વિકાસ લક્ષી કામગીરીનો તેજ ગતિથી આગળ ધપાવવાના પ્રયાસો ઝુબેંશ રૂપે કરાશે. બી.કે. ગોહિલે પત્રકારો જોડે ટુંકી વાત કરતા કહ્યુ હતુ કે, તેઓ ર૦૦૦ની સાલથી ભાજપમાં પ્રજાલક્ષી કામગીરી કરી રહ્યા છે, તેઓ ર૦૦૩માં વરતેજ ગ્રામ પંચાયતના સરપંચ પદે તેઓ વરતેજની સીટ પરથી બીજી ટર્મથી ચૂંટાઈને આમ પ્રજાની સદ્યન કામગીરી કરી રહયા છે. તેઓના જણાવ્યા મુજબ તેઓની રાજકિય કારકિર્દીની શરૂઆત મહેન્દ્રસિંહ સરવૈયાના સંપર્કમાં આવ્યા પછીથી પ્રારંભ કર્યાની વાત કરી આમ જિલ્લા પંચાયતના શાસનમાં આવી લોક પ્રશ્નોની કામગીરી માટે જાગૃત રહેવાની કેટલીક વાતો કહી હતી.

Previous articleસિહોરમાં સીસીટીવી લગાવવા માટે પીઆઈ દ્વારા લોકો સાથે બેઠક કરાઈ
Next articleસિહોર શહેરમાં ખિસ્સાકાતરૂ અને મોબાઈલ ચોર ગેંગ સક્રિય