સિહોર શહેરમાં ખિસ્સાકાતરૂ અને મોબાઈલ ચોર ગેંગ સક્રિય

1352

સિહોર શહેર અને પંથકમાં છેલ્લા કેટલાક સમય થી ગુનાહિત પ્રવુતિઓ થઈ રહી છે તસ્કરો મોબાઈલ ચોર પાકીટ ચોર ગેંગે શહેરમાં કાળો કેર કર્યો છે છેલ્લા કેટલાક દિવસ શહેરની મેઈન બજારમાં આ પ્રકારની ચોક્કસ ગેંગ સક્રિય થઈ છે. વડલા ચોક ટોકીઝ વિસ્તાર મેઈન બજાર આંબેડકર ચોક શાક માર્કેટ વિસ્તારમાં અનેક શહેરીજનો ના ખિસ્સાઓ આ ગેંગે હળવા કર્યા છે લોકો મુશ્કેલીમાં મુકાયા છે છેલ્લા કેટલાક દિવસ થી આ પ્રકારની ઘટનાઓ રોજબરોજ બનવા પામે છે શહેરમાં ચોરીની ઘટનાઓ સાથે સાથે આ મોબાઈલ પાકીટ ચોર ગેંગે પણ આંતક મચાવ્યો છે લોકોને બજાર માંથી નીકળવું મુશ્કેલ બન્યું છે આ પ્રકારની ઘટનાને અને બનાવોને શહેરના લોકો છડેચોક રોષ ઠાલવી રહ્યા છે ધોળા દિવસે બનતી ઘટનાઓ સામે અનેક સવાલો પણ ઉઠે છે જ્યારે આ પ્રકારની ઘટના સામે તંત્ર પણ સક્રિય થઈ કાર્યવાહી કરે તે પણ જરૂરી છે.

Previous articleભાવનગર જિ.પં. પ્રમુખ, ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્યો
Next articleશહેર જિલ્લામાં પરંપરાગત રીતે ભીમ અગિયારસ પર્વની ઉજવણી