ઈસ્કોન ક્લબમાં ડાયમંડ જ્વેલરી, સોનાના દાગીનાનું એક્ઝીબીશન શરૂ

1375

શહેરના ઈસ્કોન ક્લબ ખાતે આજથી ત્રણ દિવસ માટે કલાત્મક સોના અને ડાયમંડ જ્વેલરીના ભવ્ય એક્ઝીબીશનનો મેયર મનભા મોરી, ચેરમેન યુવરાજસિંહ, પરેશ પંડયા, અશોક બારૈયા સહિતની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય સાથે પ્રારંભ કરાયો હતો.

ભાવેણાવાસીઓને ડાયમંડ જ્વેલરી તથા કલાત્મક સોનાના આભુષણોની આધુનિક અને વિશાળ રેન્જ મળી રહે તેવા આશય સાથે ઈસ્કોન ક્લબમાં ગોલ્ડન જ્વેલર્સના આનંદ શાહ દ્વારા આઈજેએસ-ર૦૧૮ ઈન્ડિયન જ્વેલરી એક્ઝીબીશનનું આયોજન કરાયું છે. જેમાં ૧ર જ્વેલર્સ પેઢીઓ જોડાઈ છે.

તા.રર થી ર૪ સુધી ખુલ્લા રહેનારા જ્વેલરી એક્ઝીબીશન અંગે ઈસ્કોનના મેનેજર આનંદ ઠક્કરે ભાવેણાવાસીઓ માટે આ એક્ઝીબીશન વિશિષ્ટ બની રહેશે તેમ જણાવ્યું હતું.

Previous articleકુંભારવાડા શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો
Next articleમારૂતી ઈમ્પેક્સમાં GSTનું ચેકીંગ : ચર્ચાએ જોર પકડ્યું