પાલીતાણામાં PGVCL પ્રિમોન્સુન કામગીરી ઉપર ઉઠી રહેલા સવાલો

914

પાલીતાણા પીજીવીસીએલ દ્વારા ચોમાસા પૂર્વે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રી મોન્સુનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમા શહેર અને ગ્રામ્યના ફિડરોની કામગીરી પુર્ણ કરી દેવામાં આવ્યા તેમ છતાં છાશવારે પવન ફુકાય ઝરમર વરસાદ પડે તો તરત જ વિજળી ગુલ થયાનો પ્રશ્ન સામાન્ય બની ગયો છે.

ચોમાસાના સમયમાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારો પુરતો વિજળી પુરવઠો મળી રહે તેમજ વિજચોકના કોઈ અકસ્માત ન સર્જાય તેવા હેતુથી પાલીતાણા પંથકમાં ટ્રી કટીંગ, જમ્પર રીપેરીંગ, પોલની કામગીરી, લુજ વાયરોને ખેચવા સહિતની કામગીરી પીજીવીસીએલ દ્વારા પુર્ણ કરેલ હોવાનો દાવો કરી રહી છે અને પ્રિ-મેન્સુનની કામગીરી હેઠળ કલાકો સુધી વિજપુરવઠો બંધ રાખવામાં આવે તેમ છતાં સામાન્ય દિવસોમાં અને ચોમાસાની હજી શરૂઆતના વરસાદી ઝાપટા વચ્ચે અનેક વખત વિજળી ગુલ થઈ જવાની સમસ્યા સામે આવે છે.

એક તરફ અસહ્ય ઉકળાટ જાવા મળી રહ્યો છે તો બીજી તરફ વિજળી ગુલ લોકો અકળા ઉઠે છે જેથી પ્રિ-મોન્સુનની કામગીરી સામે અનેક પ્રશ્ન ઉઠી રહ્યા છે વરસાદના ઝરમર કે પવન ફુકાયને તરત જ વિજળી ગુલ થાય તે સમસ્યા હલ થાય તેવુ પ્રજાજનો ઈચ્છી રહ્યા છે.

Previous articleઘોઘા તા.પં.પ્રમુખે ચાર્જ સંભાળ્યો
Next articleજામનગરના નિકાવામાં વરસાદના વરતારાની હોળી કરવામાં આવી