જામનગરના નિકાવામાં વરસાદના વરતારાની હોળી કરવામાં આવી

1016

વર્તમાન સમયમાં ૠતુચક્રમાં ધરખમ ફેરફારો વિશ્વના લોકો નજરે જાવે છે. કુદરત સામે વિજ્ઞાન પણ કયારેક લાચાર બની જાય છે છતાં સંશોધનો અવિરત ચાલુ છે. વિજ્ઞાન સતત માનવ કલ્યાણકારી સંશોધનો સાથે કુદરતનો કરિશ્મા જાણવા સતત પ્રયાસ કરે છે ત્યારે વરસાદના વરતારા કરનારા પાસે એક પણ વિજ્ઞાન માન્ય ઉપકરણ ન હોવાના કારણે છેલ્લા ૧૭ વર્ષથી વરતારા ખોટા પડે છે. આ વર્ષે મે–જુન–૧૮ માં વરસાદ, સામાન્ય, વાવણીલાયક, વાવાઝોડું, કુદરતી આપત્તિ વગેરે આગાહીઓનું કડડભૂસ થયું છે. તેથી વરસાદના વરતારા સાથે વર્ષા પરિસંવાદો કાયમી બંધ કરવા ભારત જન વિજ્ઞાન જાથાએ ચેતવણી આપી હતી.

જિલ્લાના નિકાવા ગામે વરસાદના વરતારાનો ફિયાસ્કો થયો. પ્રથમ ચરણના તમામ વરતારા ખોટા પડયા, વરતારાની હોળી, દફનવિધી સાથે ઉઠમણું–બેસણું રાખી સુત્રોચ્ચાર સાથે ભ્રમિત, અવૈજ્ઞાનિક વરતારાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. વરતારા કરનારા કદી પણ શહેર–જિલ્લા કે ગામનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. મનની સ્ફુરણા પ્રમાણે તારીખો જેટલા વરતારા કરનારા એટલી જાહેરાત કરવામાં આવે છે. જા અને તો ના ફળકથનો રાખી લોકોના માથા ઉપર વરતારા ઠોકી દેવામાં આવે છે. ર૧ મી સદીમાં વરતારા સંપૂર્ણ અપ્રસ્તુત છે. વરતારાને બોગસ, તિક્કડમનું બિરૂદ મળ્યું છે ત્યારે વરતારા બંધ થઈ જાય તો સમાજ–ખેડૂતને કશું જ નુકશાન નથી. વર્તમાન વરતારા માત્ર પોતાની પ્રસિદ્ધિમાં જાહેર કરવામાં આવે છે. જાથાએ વરતારા કરનારાને લાલબત્તી બતાવી બંધ કરવા અપીલ કરી છે.

Previous articleપાલીતાણામાં PGVCL પ્રિમોન્સુન કામગીરી ઉપર ઉઠી રહેલા સવાલો
Next articleસુત પુરાણી બારોટ સમાજ ટ્રસ્ટ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો