માલણ નદીમાં બાવળની કાંટમાંથી યુવાનની હત્યા કરાયેલી લાશ મળી

1925

મહુવાના ઉમણીયાવદર ગામ નજીક આવેલ માલણ નદીમાં બાવળની કાંટમાંથી યુવાનની હત્યા કરાયેલી હાલતે લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતા મહુવા પોલીસ સ્ટાફ બનાવ સ્થળે દોડી જઈ બનાવ અંગેની ઉડાણપુર્વકની તપાસ હાથ ધરી છે.

બનાવની મળતી વિગતો મુજબ મહુવાના ઉમણીયાવદર પાસે માણલનદીમાં યુવાનની લાશ પડી હોવાની જાણ મહુવા પોલીસને કરાતાં તુરંત પોલીસ સ્ટાફ બનાવ સ્થળે દોડી જઈ તપાસ કરતાં મૃતક યુવાનની હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું અને મૃતકનું નામ ગાજી સીદી હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે  મૃતકના પરિવારજનોએ ત્રણ દિવસથી લાપત્તા હોવાનું અને કોઈએ હત્યા કરી લાશને ફેકી દીધી હોવાના આક્ષેપ કર્યા હતાં. બનાવ અંગે મહુવા પોલીસે લાશનો કબ્જો લઈ જરૂરી કેસ કાગળો કરી પી.એમ. અર્થે લાશ ખસેડી તપાસ હાથ ધરી હતી.

Previous articleડોકટર ડે નિમિત્તે ધડકન યોજના જાહેર
Next articleજુન માસ પૂર્ણ છતા વરસાદના કોઈ સગડ નથી