ડોકટર ડે નિમિત્તે ધડકન યોજના જાહેર

1625

જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલના માર્ગદર્શન અને જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પટેલના સંકલન સાથે જિલ્લા પંચાયત સભાગૃહમાં આજે  મહાનુભાવોની ઉપસ્થિતી સાથે સવારે  ૧૧ કલાકે ’’ધડકન’’ યોજના ખુલ્લી મુકાઈ હતી.

તનાવપુર્ણ જીવનશૈલીના કારણે હદયરોગ સંબધિત બિમારીઓનું પ્રમાણ વધી રહયુ છે ત્યારે સમગ્ર દેશમાં સૌ પ્રથમવાર ભાવનગર જિલ્લામાં આવા દર્દીઓની સારસંભાળ એટલેકે નિદાનથી સારવાર સુધીનું  સુચારુ આયોજન જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા કરાયુ હતુ ’’ યોજના ધડકન ’’ દ્વારા દર્દીઓને લાભ  મળશે

ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલના નેતૃત્વ અને માર્ગદર્શનથી હદયરોગના દર્દીઓની ધડકન ’’ યોજના ધડકન ’’ સુધારશે. જે માટે ખાસ ઉપકરણો વસાવાયા છે અને અત્યાધુનિક સંદેશા પ્રણાલિથી દર્દીઓની તબિયતની જાણ જે તે સારવાર કેન્દ્રો સુધી મોકલી શસ્ત્રક્રિયા કે સારવાર માટે ખસેડવામાં આવનાર છે.

આ કાર્યક્રમ પ્રસંગે સાંસદ ડો. ભારતીબેન શિયાળે જણાવ્યુ હતું કે ભાવનગર જિલ્લાની કેટલીક પી. એચ. સી., સી. એચ. સી. માં ધડકન કાર્યક્રમ થકી હ્રદય ને લગતી બીમારીનું નિદાન થશે તેમજ દર્દીને સારવારની જરૂર હોય તો જે તે સ્થળે રીફર કરાશે ધડકન કાર્યક્રમ એ આઈ આઈ ટી મુંબઈની ટીમની અથાગ મહેનતનું પરિણામ કહી શકાય.

યોજના ધડકન  અંગે જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલે આપેલી વિગતો મુજબ ગ્રામ્ય વિસ્તારમાં હાલમાં પસંદ કરાયેલા સરકારી દવાખાના એટલે કે ત્રણ પેટા જિલ્લા દવાખાના, ચાર સામુહિક આરોગ્ય કેન્દ્રો તથા ત્રણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતેથી આ સુવિધા પ્રાપ્ત થનાર છે.

યોજના ધડકન માટે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અંતર્ગત જિલ્લાના દર્દીઓની પ્રાથમિક નિદાન કામગીરી જે તે નિયત સ્થાનિક દવાખાના કે આરોગ્ય કેન્દ્રો મારફતે કરાયા બાદ તરત જ તેને મુખ્ય સારવાર કેન્દ્રો સાથે ઉપગ્રહ

આધારીત સંદેશા પ્રણાલી થી જોડી જીવંત ચિતાર આપી તરત જ નિદાન મેળવાશે.

આવા દર્દીઓની સારવાર માટે ભાવનગર સ્થિત એચસીજી હોસ્પીટલ તથા બજરંગદાસ બાપા આરોગ્યધામ સાથે સમજુતી કરાર કરવામાં આવ્યા છે. આ પ્રક્રિયા માટે ભારતીય તાંત્રિકી સંસ્થાન (આઇ આઇ ટી) પીડીલાઇટ અંતર્ગત (ઉબેદ-ડાયગ્નોસ્ટીક ટેલીસીસી) ઉપકરણો સાધનો મુકાયા છે.

હદયરોગ માટે સારવાર ખર્ચ અંગે જિલ્લા વિકાસ અધિકારી બનવાલે જણાવ્યા મુજબ આવા લાયક દર્દીઓને સરકારની મા વાત્સલ્ય જેવી યોજના સાથે સાંકળવામાં આવશે જેથી આવી સારવાર માટે ગરીબ મધ્યમવર્ગના દર્દીઓને કોઇ ચિંતા રહેશે નહિ.  આ ઉપરાંત આયુકેર ઉપકરણો પણ જિલ્લાના દસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ઉપલબ્ધ કરાવાઇ રહયા છે તેમ અંતમાં જણાવ્યું હતું.

Previous articleરાજયમાં કઠોળાના વિપુલ ઉત્પાદન આયાતના કારણે ભાવોમાં ઘટાડો : ખેડૂતોની હાલત કફોડી
Next articleમાલણ નદીમાં બાવળની કાંટમાંથી યુવાનની હત્યા કરાયેલી લાશ મળી