રાજયમાં કઠોળાના વિપુલ ઉત્પાદન આયાતના કારણે ભાવોમાં ઘટાડો : ખેડૂતોની હાલત કફોડી

1357

પાલિતાણા પંથક સહિત દેશભરમાં કઠોળનું ઉત્પાદન વધતા તેમજ આયાત કઠોળ કરતાં ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. કૃષિ જણસોની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત ખેડૂતો સાથે મજાક બની છે. કઠોળના ભાવમાં કારમી મંદી છે તયારે સરકાર કઠોળનું આયાત કરવાનો નિર્ણય જાહેર કરી પોતાનો સ્ટોક પણ બજારમાં હળવો કરવા લાગતા ભાવો વધુ તૂટી રહ્યા હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે. સાથે સરકારને પણ કરોડો રૂા.ની નુકશાની થઈ રહી છે.

કેન્દ્ર સરકારે અન્ય દેશ સાથે કરાર કરી મગ, અડધ દોઢ-દોઢ લાખ ટન અને તુવેર બે લાખ ટનની આયાત કરવાનો નિર્ણય કર્યા છે. વર્ષ ર૦૧૪ થી ર૦૧૬ દરમ્યાન દેશભરમાં કઠોળનું ઉત્પાદન જરૂરિયાત કરતા ઓછું રહેતા ર૦૧૬ની મધ્ય ભાવ આસમાને પહોંચી જતા ગૃહણીઓમાં દેકારો બોલી જતા સરકારે ખેડૂતોને કઠોળનું વાવેતર વધારવા અનુરોધ કર્યો અને આ સમય દરમ્યાન ખેડૂતોનેક ઠોળના ભાવ ખુબ જ સારા મળ્યા તેથી કઠોળનું વાવેતર વધાર્યુ અને હાલના તબકકે ટેકાના ભાવનો લાભ નથી મળતો તેમજ બજારમાં વેચવા જાય તો પોષણક્ષમ ભાવ પણ નથી ઉપજતાં. સરકારી ગોડાઉનમાં જંગી માત્રામાં સ્ટોક પડ્યો હોવાથી બજારમાં નીચા ભાવે કઠોળ વેચાય રહ્યું છે.

ચણાના ટેકાના ભાવ ૮૮૦ બજારમાં ૬૦૦ થી ૭૦૦, અડદના ટેકાના ભવ ૧૦૮૦ બજારમાં પ૦૦ થી ૯૦૦, તુવેરના ટેકાના ભાવ ૧૦પ૦  બજારમાં ૭૦૦ થી ૭પ૦ મગફળીના ટેકાના ભાવ ૯૦૦ બજારમાં ૬પ૦ થી ૭૭પ આખુ ટેકાનાભાવ ઉચા છે જયારે વાસ્તવિક બજાર કિંમત ઘણી ઓછી આવે છ. આ બંને વચ્ચે અંતર હોવાથી ખેડૂતો ટેકાના ભાવે ઉતપાદન વેચે તેના કરતા ખેડુતોના કાગળોનો ઉપયોગ કરી સરકારને વેપારીઓ, રાજકારણી મોટા પ્રમાણે વેચાણ ટેકાના ભાવે કરી નુકશાનીમાં ઉતારે છે. ખરીદ કરતી એજન્સીના અધિકારીઓની મીઠી નજર હેઠળ તમામ વહીવટ થાય છે. આમ સરકાર ટેકાના ભાવે ખરીદી કરીને અને ખેડુત વધુ વાવેતર કરી પસ્તાય રહ્યા છે.

Previous articleકોંગ્રેસમાં ભડકો : દાહોદ જી.પં.ના કોંગ્રેસના નવ સભ્યો ભાજપમાં જોડાયા
Next articleડોકટર ડે નિમિત્તે ધડકન યોજના જાહેર