કોંગ્રેસમાં ભડકો : દાહોદ જી.પં.ના કોંગ્રેસના નવ સભ્યો ભાજપમાં જોડાયા

1621

દાહોદ જીલ્લા પંચાયતની અઢી વર્ષની ટર્મ પુરી થતા ગત તારીખ ૨૦મી જુનના રોજ દાહોદ જીલ્લા પંચાયતાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી યોજાઇ હતી.  પ્રમુખ અને ઉપ્રમુખની ચુંટણીમાં કોંગ્રેસના ૯ સભ્યો ગેરહાજર રહ્યા હતાં, જયારે ચુંટણી દરમ્યાન કોંગ્રેસના ૧૭ સભ્યોએ સભામાંથી વોકઆઉટ કરતા ભાજ૫ના ૨૩ સભ્યોની બહુમતી સાથે ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લેતા દાહોદ જીલ્લા પંચાયતમાં ભાજ૫નો ભગવો લહેરાયો હતો. જિલ્લા પંચાયતના ભાજ૫ના પ્રમુખ તરીકે યોગેશ પારગી અને ઉપપ્રમુખ તરીકે ઇન્દીરાબેન ડામોરની વરણી કરવામાં આવી હતી, કોંગ્રેસના ૯ બાગી સભ્યોના કારણે કોંગ્રેસે જીલ્લા પંચાયતની સાત્તા ગુમાવતા પ્રદેશ કોંગ્રેસે તમામ ૯ સભ્યોને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા. દાહોદ જીલ્લા પંચાયતમાં ભાજપે સત્તા મેળવતા ભાજ૫ના પ્રમુખ અને ઉપપ્રમુખ પદગ્રહણ સમારોહ દાહોદના પ્રસંગ પાર્ટી પ્લોટમાં યોજવામાં આવ્યો હતો, જેમાં દાહોદના સાંસદ અને કેન્દ્રીય આદિજાતિ મંત્રી જશવંતસિંહ ભાભોર અને ગુજરાત સરકારમાં રાજય કક્ષાના મંત્રી બચુભાઇ ખાડબ તેમજ દાહોદ જીલ્લા ભાજપ પ્રભારી અમિત ઠાકર સહિત દાહોદ જીલ્લા ભાજ૫ના હોદેદારો ઉપસ્થિતિ રહયા હતા, જેમાં દાહોદ જીલ્લા પંચાયતના ૯ કોંગ્રેસના સભ્યોએ ભાજ૫ની વિચારઘારાથી પ્રભાવિત થઇ ભાજ૫નો ભગવો ઘારણ કરતા દાહોદ જીલ્લા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયુ હતુ.  દાહોદ જીલ્લા ભાજ૫ દ્વારા તમામા ૯ કોંગ્રેસી જીલ્લા પંચાયત સભ્યોને સન્માન સાથે આવકાર આપવામાં આવ્યો હતો. તેની સાથે સાથે કોંગ્રેસ ના હજારો કાર્યકર્તાઓ એ પણ ભગવો ધારણ કર્યો હતો.

દાહોદ જીલ્લામાં વર્ષ ૨૦૧૭ની ચુંટણીમાં ભાજપે તેની પરંપરાગત લીમખેડા, દેવગઢ બારીઆ અને ફતેપુરા બેઠક જાળવી રાખવામાં સફળ રહ્યુ હતુ, જયારે ફતેપુરા બેઠક માંત્ર બે હજાર જેટલા મતોથી વિજેતા બનતા ભાજ૫માં લોકસભાની ચુંટણીને લઇને ચિંતાનો વિષય હોવાના કારણે દાહોદ ભાજપે યેનકેન પ્રકારે દાહોદ જીલ્લા પંચાયત કબજે કરવી ખુબ જ આવશ્યક હોવાના કારણે ભાજપે કોંગ્રેસમાં ભંગાણ કરી જીલ્લા પંચાયત કબજે કરવામાં સફળતા મળી હતી.

Previous articleઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ જારી
Next articleરાજયમાં કઠોળાના વિપુલ ઉત્પાદન આયાતના કારણે ભાવોમાં ઘટાડો : ખેડૂતોની હાલત કફોડી