વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી ભાગરૂપે બાળકોને મળતા લાભ અને યોજનાઓ વિશે માહિતગાર કરાયા

37

વિશ્વ વિકલાંગ દિવસ ની ઉજવણી ઠેરઠેર કરવામાં આવે છે જેના ભાગરૂપે વલ્લભીપુર ખાતે આવેલ બી.આર.સી.ભવન મુકામે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, આ અંતર્ગત રાજ્યકક્ષાએથી પ્રસારિત યુટ્યુબના માધ્યમથી શિક્ષણ મંત્રી તેમજ શિક્ષણ સચિવ વર્ચ્ચુંઅલ ઉજવણીમાં બાળકો જોડાઈ કાર્યક્રમ નિહાળેલ,વિકલાંગ બાળકોને સરકાર તરફથી મળતા વિવિધ લાભો અને સમાજ કલ્યાણની યોજના વિશેની માહિતી આપવામાં આવી હતી, તેમને મળતા લાભો અંગેની વિશેષ સમજ આપવામાં આવી અને વિકલાંગ બાળકોને બસ પાસ, રેલવે પાસ, યુ. ડી.આઇ. ડી કાર્ડ તથા વિકલાંગતાનાં સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, દિવ્યાંગ બાળકોને માટે રંગપૂરણી તથા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ અને દરેક બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો,સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બી.આર.સી કૉ ઓર્ડીનેટર વલ્લભીપુર મનુભાઈ ગોહેલ તેમજ સમગ્ર શિક્ષા વલ્લભીપુર આઇઇડી વિભાગ ટીમે સારી જહેમત ઉઠાવી હતી.