સી-ડીવીઝન પોલીસે ગંગાજળીયા તળાવ વિસ્તારમાં અડચણરૂપ દબાણો હટાવ્યા

41

ભાવનગર શહેરમાં દિનપ્રતિદિન પેચીદા બનતાં જતાં ટ્રાફિક પ્રશ્નને લઈને બીએમસી અને પોલીસ બંને નિર ઉત્તર બન્યાં છે ત્યારે આજે જાહેર યાતાયાત ને અડચણરૂપ દબાણોને હટાવવાની પહેલ પોલીસે કરી હતી. ભાવનગર શહેરમાં ટ્રાફિક ને લગતાં પ્રશ્નો એ કોઈ નવી બાબત નથી પરંતુ સૌથી મોટી અને મહત્વની વાત એ છે કે આ દબાણો સામે સખ્તાઈ પૂર્વક પગલાં લેવામાં ખચકાટ અનુભવી રહેલ અલગ અલગ વિભાગો દ્વારા દાખવાતી બેદરકારી મુખ્ય મુદ્દો છે. શહેરના હાર્દ એવાં ગંગાજળીયા તળાવ વડવા વોશિંગઘાટ મેઈન બજાર પીરછલ્લાશેરી ગોળબજાર વોરાબજાર સહિતના વિસ્તારોમાં ટ્રાફિક પ્રશ્ન લોકો-વાહન ચાલકો માટે “યક્ષ” પ્રશ્ન બનીને રહે છે ત્યારે આજરોજ લોક સમસ્યાને હળવી બનાવવાનાં મૂડમાં હોય તેમ સી-ડીવીઝન ના પીઆઈ તથા ડી-સ્ટાફના જવાનો ગંગાજળીયા તળાવથી વડવા વોશિંગઘાટ સુધીના રોડપર રવિવારી બજાર તરીકે ભરાતી માર્કેટ માં પથરણા લારી- ગલ્લા ધારકો કે જેઓ રોડપર આડેધડ સામાન ખડકી જાહેર યાતાયાત માટે બાધા નું સર્જન કરે છે. એ લોકો ને રોડપરથી હટાવ્યા હતાં અને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ આ શાણપણ ભર્યાં પગલાઓની લોકો એ પ્રશંસા કરી આવી કામગીરી યથાવત શરૂ રાખવા માંગ કરી હતી.