ભાવનગર શહેરમાં કોરોનાએ ફરી માથું ઉચકતા તંત્રએ રેપીટ ટેસ્ટ શરૂ કરાયા

100

છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. જેને લઈને આરોગ્ય તંત્ર અને લોકોમાં પણ રાહતની લાગણી જોવા મળી હતી. સરકારી તંત્ર દ્વારા કોરોના કેસ ઘટનાને લઇને તમામ પ્રકારની છૂટછાટ પણ આપી દેવામાં આવી હતી. ધીરે ધીરે વ્યાપાર-ધંધા, કોલેજ સહિતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લા એક અઠવાડિયા થી ફરીથી કોરોનાએ માથું ઉચક્યું છે. ભાવનગર જિલ્લામાં સતત સાત દિવસથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. અને ગઈકાલે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એકસાથે ૧૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા હડકમ્પ મચી જવા પામ્યો હતો, ત્યારે મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. મહાનગરપાલિકા વિસ્તારમાં ફરીથી આરોગ્ય વિભાગ દ્વારા રેપિડ ટેસ્ટ નો પ્રારંભ કરાયો છે. ત્યારે બીજી તરફ સર ટી હોસ્પિટલ ખાતે પણ આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. હોસ્પિટલમાં બેડ ની સંખ્યા, ઓક્સિજન પ્લાન્ટ માં પૂરતો ઓક્સિજન તેમજ આરોગ્ય કર્મીઓની સહિતની તમામ સવલતો પૂરી પાડવા અંગે હોસ્પિટલ તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. આ સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા પણ કોરોના મહામારી ને લઈને ફરીથી કેસોમાં વધારો થાય તેવા હેતુથી લોકોને પણ સાવચેત રહેવા માસ્ક પહેરવા સેનીટાઇઝર નો ઉપયોગ કરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સહિતની ગાઈડ લાઈન નું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.

Previous articleશહેરના હિલડ્રાઈવ વિસ્તારમાં એક અસ્થિર મગજના યુવાને પાઈપ લઈ ૫ થી ૬ ગાડીઓના કાચ તોડ્યા
Next articleસી-ડીવીઝન પોલીસે ગંગાજળીયા તળાવ વિસ્તારમાં અડચણરૂપ દબાણો હટાવ્યા