શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે જિલ્લા શિક્ષણ સમિતીની બેઠક યોજાઇ

21

શિક્ષણની ગુણવત્તા સુધારવાના હેતુથી ચેરપર્સન કમુબેન એમ ચૌહાણની અધ્યક્ષતામાં જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત કચેરી, ભાવનગર ખાતે જિલ્લા શિક્ષણ સમિતિનાં તમામ સભ્યઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.વી.મયાણી પ્રાચાર્ય ડાયટ સિદસર, તમામ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ, તમામ કેળવણી નિરીક્ષકો, તમામ તાલુકાનાં બી.આર.સી.કો.ઓર્ડીનેટરો, તમામ સ્કૂલ ઇન્સ્પેક્ટરઓ, મિટિંગમાં હાજર રહેલ. આજની બેઠકમાં શિક્ષણની ગુણવત્તા અને અસરકારક કઈ રીતે કરી શકાય તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ.