તા.૦૨-૭-ર૦૧૮ થી ૦૮-૭-ર૦૧૮ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય

2008

મેષ (અ.લ.ઈ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ કેન્દ્ર સ્થાનમાં મહત્વના ગ્રહોનું ભ્રમણ અને ભાગ્ય સ્થાનમાં શનિ સુર્યની પ્રતિપુતીથી બનતો વૈમન્સ્ય યોગ દિશાહીન સમય આપી શકે છે. તેથી વર્તમાન સમયને ભુતકાળ સાથે મેળવશો તો સાચી દિશા અને માર્ગદર્શન મેળવી શકશે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં ધીરજ ધરવી જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ ઉપયોગી બનશે. વડિલોનું આરોગ્ય ચિંતા માગી લેશે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે બુધવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.
વૃષભ (બ.વ.ઉ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીનો કપરો સમય અને ગુરૂ ગ્રહનું નિર્બળ ભ્રમણ મહત્વના નિર્ણયોમાં હિતેચ્છુઓની સલાહ ઉપયોગીબ નશે. વાણી વર્તન અને વ્યવહારમાં નમ્રતા કેળવવી જરૂરી છે. ધીરજ ધરવાથી સફળતા મળી શકે છે. મિલ્કત અને વિલવારસાના કાર્યથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહથી લાભ રહેશે. ભાઈ બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરીસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થીક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વર્ત અને ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
મિથુન (ક.છ.ઘ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર સુર્ય અને શનિગ્રહની દ્રષ્ટિ પ્રતિપુતી અશુભફળ આપી શકે છે. અને મંગળ રાહુનો અંગારયોગનો બંધનયોગ આર્થ્ક માનસિક અને શારીરિક ત્રણેય રીતે સંભાળવાનું સુચવે છે. નવા કાર્ય્‌ માટે સમય શુભ નથી. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો આપી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. આર્થિક પરિસ્થીતિ અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભફળ મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્ય્માં આર્થિક વ્યય થઈ શકે છે. આપના માટે બુધવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે.બ હેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
કર્ક (ડ.હ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ હજુ આ સપ્તાહમાં પણ સુર્ય ગુરૂનો બંધનયોગ વધુ પડતો આત્મ વિશ્વાસ અને અપેક્ષા નિષ્ફળતા અને નિરાશાનું કારણ બનીશ કે છે. તેથી સંતોષી નર સદા સુખી તે વાકય યાદ રાખવાથી સફળતા અને સંતોષ મળશે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સહિસીક્કાની બાબતોમાં ધ્યાન રાખવું પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ લાભદાયી રહેશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે.
સિંહ (મ.ટ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી રાહુ બુધ ગ્રહનો બંધનયોગ કાર્યોમાં નિષ્ફળતા આપી શકે છે તેમ છતા આપની રાશીનો સ્વામી કોઈપણ કપરા કાર્યોને સરળ બનાવીને કાર્ય સફળતાના યોગ આપે છે. માત્ર આળસ અને મનોરંજનનો ત્યાગ કરવો જરૂરી છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન શકય બનશે. આપના માટે બુધવારના વ્રત અને વિષ્ણુ ભગવાનનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાુનુકળ સમય રહેશે.
કન્યા (પ.ઠ.ણ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીના કપરા સમયમાં પણ કર્મસ્થાન અને લાભ સ્થાનની પ્રબળતા કાર્ય સફળતાના યોગ આપે છે. માત્ર વાણીવર્તન અને વ્યવહારમાં નમ્રતા કેળવવી જરૂરી છે. કયારેક અન્યની વાતોથી પણ લાભ થાય. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરીસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી લાભ રહેશે. આપના માટે શનિવારના વર્ત અને શનિચાલીશાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.
તુલા (ર.ત.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોના આર્શીવાદ મળે છે. માત્ર સુખસ્થાનમાં મંગળ ગ્રાહુનો અંગારયોગ છે જે અશુભ છે. અકારણ ચિંતા અને જીદ્દી સ્વભાવ આપીને નિષ્ફળતા અને નિરાશા આપી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલોથી લાભ રહેશે. માતાનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરીસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચી રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
વૃશ્ચિક (ન.ય)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ ગુરૂ અને સુર્યગ્રહના બંધનયોગના અશુભ સમયમાં પણ રાશીપતી મંગળગ્રહ ઉચ્ચનો થઈને સ્થાન બળ પામે છે જે દરેક કપરા કાર્યોને સરળ બનાવી શકે છે. માત્ર ભુતકાળનો ત્યાગ કરવો જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સહીસિક્કાની બાબતોમાં ધ્યાન રાખવું. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે શુભ રહેશે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.
ધન (ભ.ફ.ધ.ઢ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીનો કપરો સમય અને રાહુ બુધનો બંધનયોગ બળતામાં ઘી હોમવાનું કાર્ય કરે છે જે આપની ધરીજની કસોટી કરી શકે છે. વધુ પડતી અપેક્ષા નુકશાની આપી શકે છે. તેથી સંતોષીનર સદા સુખી તે યાદ રાખવું જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં ધીરજ ધરવી જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
મકર (ખ.જ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર રાહુ મંગળતો અંગારયોગ અને શનિગ્રહની પનોતીનો કપરો સમય જીદ્દી સ્વભાવ અને જુનવાણી વિચારોનો ત્યાગ કરવાનું સુચવે છે. પરિવર્તન સંસારનો નિયમ છે તે યાદ રાખવાથી લાભ રહેશે. મિલ્કત અને વિલવારસના કાર્યોમાં અન્યની સલાહથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનમાં પ્રગતિ થશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી લાભ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને સુંદરકાંડના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.
કુંભ (ગ.શ.સ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી રાહુ મંગળનો અશુભ બંધનયોગ માનસીક ચિંતાઓ આપી શકે છે. તેમ છતા રાશીપત્તી શનિગ્રહ લાભ સ્થાનમાં શુભફળ આપે છે. તેથી ધીરજ ધરશો તો ભવિષ્યમાં કાર્ય સફળતાના યોગ મળશે. મીલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો આવી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ ઉપયોગી બનશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભફળ મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થીક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને ગણપતીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે કપરો સમય મળી શકે છે.
મીન (દ.ચ.ઝ.થ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ યથાવત પરિસ્થિતિનું નિર્માણ કરે છે. સુર્ય અને ગુરૂ ગ્રહનો બંધનયોગ કોઈપણ કાર્યોમાં ઉત્સાહ નથી મળવા દેતો માત્ર સમય પસાર કરી રહ્યા હોઉ તેવું લાગશે. માત્ર થોડા સમય પછી સફળતાનો આનંદ મળી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં ધીરજ ધરવી. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચી રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.