નંદકુંવરબા કોલેજ બીસીએની નવી વિદ્યાર્થીનીઓ માટે વેલકમ પાર્ટી

1576

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજમાં બીસીએમાં નવા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનીઓને આવકારવાનો એક નવતર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

નંદકુંવરબા મહિલા કોલેજમાં બીસીએમાં અભ્યાસ કરતી સિનિયર વિદ્યાર્થીનીઓ દ્વારા કોલેજના પ્રથમ વર્ષમાં નવા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનીઓને આવકારવાના આ વિશિષ્ટ કાર્યક્રમ બની રહ્યો હતો કેમ કે વર્તમાન સમયમાં પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણને કારણે આજનો વિદ્યાર્થી એ આવતીકાલના નાગરિકની માનસિક્તામાં જીવે છે, કારણ કે ચાર દિવાલ વચ્ચેની શિક્ષણ વ્યવસ્થાના કારણે વિદ્યાર્થીની માનસિક્તામાં પરિવર્તન આવ્યું છે, અને તેને પરિણામે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થી ઉપર રેગીંગના કિસ્સાઓ વધી ગયા છે, તેને કારણે જ ઘણા વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પણ છોડી દે છે.

પરંતુ નંદકુંવરબા મહિલા કોલેજમાં અભ્યાસ કરતી સીનીયર વિદ્યાર્થીનીઓ દ્વારા નવા વિદ્યાર્થીનીઓનું રેગીંગ નહીં કેર ટેકીંગના અભિગમ સાથે વેલકમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓના આવકાર્યા બાદ સીનીયર વિદ્યાર્થીનીઓ દ્વારા નવા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનીઓ માટે કાર્યક્રમના અંતે ડી.જે. પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Previous articleડુંગર ગામે વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરાયું
Next articleખેડુતોની ઉપવાસી છાવણીની મુલાકાતે કોંગ્રેસનાં આગેવાનો