ડુંગર ગામે વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરાયું

1801

રાજુલા તાલુકાના ડુંગર ગામે તાજેતરમાં સારી ટકાવારી સાથે વિદ્યાભ્યાસમાં ઉત્તિર્ણ થનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરી પ્રોત્સાહન કરતો કાર્યક્રમ યોજાઈ ગયો.

ડુંગર ગામે આવેલ યંગ મુસ્લિમ એજ્યુકેશન ગ્રુપ દ્વારા ધો.૮ થી ૧રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તથા અલગ-અલગ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર યુવાનોને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય અંબરીશભાઈ ડેર, વેરાવળના મામલતદાર જેતુબેન કનોજીયા, પીએસઆઈ સલમાબેન સુમરા, બીઆરસી રહિમભાઈ કનોજીયા, બીલા હાઈસ્કુલના પ્રિન્સીપાલ યાકુબભાઈ ગાહા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleવરતેજ કારડીયા રાજપૂત સમાજ દ્વારા જ્ઞાનભવનની સ્થાપના કરાઈ
Next articleનંદકુંવરબા કોલેજ બીસીએની નવી વિદ્યાર્થીનીઓ માટે વેલકમ પાર્ટી