સોનાલી બેન્દ્રે પણ કેન્સરથી ગ્રસ્ત બની : હાલ ન્યુયોર્કમાં

2141

અભિનેતા ઇરફાનની કેન્સરની બિમારીનાઅહેવાલથી બોલીવુડના લોકો આઘાતમાં છે ત્યારે વધુ એક નિરાશાજનક સમાચાર આવ્યા છે. ખુબસુરત અભિનેત્રી સોનાલી બેન્દ્રે પણ કેન્સરના સકંજામાં આવી ગઈ છે. સોનાલીએ પોતે ઇન્ટાગ્રામ પોસ્ટ મારફતે આ અંગેની માહિતી આપી છે. હાઈગ્રેડમેટાસ્ટ્રેટીક કેન્સરથી ગ્રસ્ત છે. જો કે, તેણે કહ્યું છે કે, પરિવારના સભ્યો તેની કાળજી લઇ રહ્યા છે અને તે ન્યુયોર્કમાં સારવાર હેઠળ છે. સોનાલીને કેન્સર ચોથા સ્ટેજમાં છે. આ વાતની જાણકારી અભિનેત્રીએ પોતે જ ટ્‌વીટ કરી શેર કરી છે. હાલ સોનાલી સારવાર માટે ન્યૂયોર્કમાં છે. બીમારી અંગેની જાણકારી સાથે સોનાલી બેન્દ્રેએ અત્યંત ભાવુક ટ્‌વીટ કરી છે. ગયા મહિને સોનાલીને મુંબઈની હિંદુજા હેલ્થકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સોનાલીએ નવેમ્બર ૨૦૦૨માં ફિલ્મ નિર્દેશક ગોલ્ડી બહલ સાથે લગ્ન કર્યા હતા. બંનેનો ૧૩ વર્ષનો દીકરો રણવીર છે. સોનાલી બેન્દ્રેએ ટ્‌વીટ કરી એક પોસ્ટ જાહેર કરી છે.