પ્રવિણ રાઠોડે જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો વિધીવત ચાર્જ લીધો

2600

ભાવનગર જિલ્લામાં આજે નવા પ્રમુખ નો પદગ્રહણ સમારોહ સરકીટ હાઉસ ખાતે કાર્યકર આગેવાનોની હાજરીમાં રાખવામાં આવ્યો હતો. નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડે  સ્વામિનારાયણ મંદિરે આશીર્વાદ લઈને સરકીટ હાઉસ ખાતે પ્રદેશને જીલ્લાના આગેવાનો ની ઉપસ્થિતિ માં પ્રમુખ પદ ગ્રહણ કર્યું હતું અને લોકસભાની ચૂંટણી જીતવા હુંકાર કર્યો હતો અને ૨૦૧૯ ની ચૂંટણી માટે સંગઠન મજબૂત બનાવવા તાલુકે-તાલુકે પ્રવાસ કરીને વધુ લોકો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાશે ત્યારે જીલ્લાની તમામ પાંખોના જિલ્લા કોંગ્રેસ, જિલ્લા યુવા કોંગ્રેસ, જિલ્લા સોસિયલ મીડિયા વિભાગ, જિલ્લા લોક સરકાર વિભાગ, જિલ્લા મહિલા કોંગ્રેસ એનેએસયુઆઈ સહિતના હોદેદારો અને કાર્યકરો બહોળી સંખ્યામાં હાજરી આપી નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છા પાઠવી હતી.

Previous articleએપીએમ ટર્મિનલ્સ પીપાવાવે બિઝનેસ ઓપરેટર્સ સાથે દિલ્હીમાં ટ્રેડ મીટ યોજી
Next articleમંદિર હટાવવા મુદ્દે આવેદન અપાયું