ઘોઘારોડના યુવાને ટ્રેન તળે ઝંપલાવી આપઘાત વ્હોર્યો

1
5604

 

ભાવનગર ટર્મીનસના પ્લેટફોર્મ ૧ નજીક ભાવનગર ઓખા ટ્રેન તળે પડતુ મુકી ઘોઘા રોડ લીબડીયું પાસે રહેતા યુવાને આપઘાત વ્હોરી લીધો હતો બનાવની જાણ થતા ૧૦૮ સેવા અને પોલીસ સ્ટાફ દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ સિહોરના ઘોઘારોડ લીમડીયુ પાસે આવેલ સ્વસ્તીક કોમ્પ્લેક્ષમાં રહેતા અને દરજી કામ કરતા દેવીદાસભાઈ જાદવજીભાઈ વાઘેલા ઉ.૪૬ને ગઈકાલે તેના પત્ની સાથે ઝઘડો થતા ઘરેથી ચાલ્યા ગયા હતા જ્યારે આજરોજ ભાવનગર ઓખા ટ્રેન તળે રાત્રીના ૯.૧૫ વાગે પ્લેટફોર્મ ૧ નજીક પડતુ મુકી દેવીદાસભાઈએ આપઘાત વ્હોરી લીધો હતો. હતો બનાવની જાણ થતાં ૧૦૮ સેવાના ઈ.એમ.ટી. પ્રણવભાઈ પટેલ અને પાઈલોટ વિરમદેવસિંહ રાઠોડ ઘટના સ્થળે દોડી જઈ તપાસ કરતાં યુવાનનું મોત નીપજ્યુ હતું જ્યારે પોલીસે જરૂરી કેસ કાગળો કરવાને તજવીજ હાથ ધરી હતી.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here