સિહોરમાં શાંતિ સમિતિની મળેલી બેઠકમાં પ્રતિબંધીત પ્લાસ્ટીક કપમાં ચા પીરસાઈ !

1634

એસ.ડી.એમ. તથા મામલતદારની હાજરીમાં સિહોર પોલીસ, પીજીવીસીએલ સ્ટાફ, પાલિકા, અધિકારીઓ, પદાધિકારીઓ તથા રથયાત્રા આયોજકોની આજરોજ સિહોર મામલતદાર ઓફીસ ખાતે શાંતિ સમિતિની મીટીંગ મળી હતી. જેમાં રૂટ અનુસંઘાને સુચનો આપવામાં આવેલ. આ મીટીંગ પુર્ણ થયે ચા પાણી પીધા બાદ સર્વો છુટા પડેલ ત્યારે આ ચાઈપે ચર્ચા ચર્ચાસ્પદ બની હતી. જેમાં સિહોર નહીં પણ સમગ્ર દેશ પ્લાસ્ટીકનો વિરોધ કરી બંધ કરાવવા ધમપછાડા કરે છે ત્યારે અમુક સીટીમાં પ્લાસ્ટીક પાઉચ, ગ્લાસ, ચા કપ બંધ કરવા સુચનો તથા કાર્યવાહી જેવા પગલા ભરાય રહ્યા છે. તો સાથો સાથ સિહોરમાં પણ પ્લાસ્ટીક ઝબલ ડ્રાઈવ યોજી પ૦ માઈક્રોથી નીચા પ્લાસ્ટીક ઝબ્લા સહિત જપ્ત કરવામાં આવેલ ત્યારે આજની મીટીંગમાં આવેલ ચા પણ પ્લાસ્ટીક કપમાં આવતાં પ્લાસ્ટીક પરની રોકના ધજીયા ઉડતા જોવા મળ્યા હતાં. અધિકારીઓ દ્વારા જ મંગાવેલી ચા પ્લાસ્ટીકના કપમાં આવેલ તે સૌ કોઈએ પીધી હતી. ખાસ તો કડક અમલ કરાવનાર ખુદની સામે જ પ્લાસ્ટીકકપમાં ચા પીરસવામાં આવી છતા ચુપચાપ સૌ કોઈએ પીધી હતી. ત્યારે જોવાનું એ રહ્યું કે શું આપ્લાસ્ટીક ખરેખર બંધ કરવા જ છે કે કેમ ? આ મીટીંગમાં પ્રાંત અધિકારી મામલતદાર નગરપાલિકા પ્રમુખ, કોંગ્રેસ પ્રમુખ, પાલિકાના કોર્પોરેટરો પીજીવીસીએલ અધિકારી, પીએસઆઈ રથયાત્રાના આયોજકો ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleસિહોર પંથકમાં એક ઈંચ વરસાદ
Next articleશહેરમાં જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાશે : SP માલ