નો એન્ટ્રીની સિક્વલ ફિલ્મમાં સલમાનના બદલે અક્ષય હશે

1356

બોલિવુડના ખિલાડી ગણતા અક્ષય કુમારની ફિલ્મો હાલમાં સારી સફળતા મળી રહી છે. તેની ફિલ્મો સરેરાશ સફળ રહી છે. અક્ષય કુમાર હવે એક નવી ફિલ્મમાં સલમાન ખાનની ભૂમિકા અદા કરવા જઇ રહ્યો છે. અક્ષય કુમારની તમામ ફિલ્મોને સફળતા મળ્યા બાદ હવે તે મશાલા ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. અક્ષય કુમાર હવે અનીસ બાઝમીની સુપરહિટ ફિલ્મ નો એન્ટ્રીની સિક્વલ ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ તે આ ફિલ્મમાં સલમાનની ભૂમિકાને અદા કરવા જઇ રહ્યો છે. મુળ ફિલ્મમાં સલમાન ખાને રોમેન્ટિક ભૂમિકા અદા કરી હતી. હવે તેની ભૂમિકા નવી ફિલ્મમાં અક્ષય કુમાર અદા કરનાર છે. રિપોર્ટની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો વર્ષ ૨૦૦૫માં આવેલી ફિલ્મ નો એન્ટ્રીની સિક્વલ બનાવાશે. ફિલ્મની પટકથા પર કામ ચાલી રહ્યુ છે. ફિલ્મના કાસ્ટિગને લઇને ચર્ચા ચાલી રહી છે. અત્રે નોંધનીય છે કે નો એન્ટ્રી ફિલ્મમાં અનિલ કપુર, ફરદીન ખાન, બિપાશા બાસુ, લારા દત્તા અને સેલિના જેટલીએ ભૂમિકા અદા કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર હિટ થઇ હતી.  અનીસ બાઝમી સિક્વલ ફિલ્મ બનાવવા માટે કમર કસી ચુક્યા છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી સલમાનની રાહ જોઇ રહ્યા હતા. જો કે સલમાન ખાન હવે સમય કાઢી શકે તેવી સ્થિતીમાં નથી. જેથી તેની જગ્યાએ અક્ષય કુમારને લઇને આ ફિલ્મની સિક્વલ ફિલ્મ બનાવવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. અન્ય કલાકારો પણ બદલાય તેવી શક્યતા દેખાય છે. કલાકારોની પસંદગીની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે.